Kutch: 100 કરોડનું માદક દ્રવ્ય કસ્ટમ વિભાગે કર્યુ જપ્ત

કચ્છમાં રૂપિયા 100 કરોડનું માદક દ્રવ્ય જપ્તમુન્દ્રા કસ્ટમે ગેરકાયદેસર માદક દ્રવ્ય જપ્ત કર્યુ આફ્રિકામાં નિકાસ કરવામાં આવી રહી હતી કચ્છમાં ફરી એક વખત માદક દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યુ છે. કચ્છના મુન્દ્રામાં કસ્ટમ વિભાગે રૂપિયા 100 કરોડનું ગેરકાયદેસર માદક દ્રવ્ય જપ્ત કર્યુ છે. મળતી માહિતી મુજબ આ માદક દ્રવ્યની આફ્રિકામાં નિકાસ કરવામાં આવી રહી હતી અને નિકાસ કરવામાં આવે તે પહેલા જ કસ્ટમ વિભાગે જથ્થો ઝડપી પાડ્યો છે. બોક્સ પર ઉત્પાદકની કોઈ વિગતો નહીં કસ્ટમ વિભાગને અઘોષિત દવાની પટ્ટીઓ ધરાવતા બોક્સ મળ્યા, જેમાં 'ટ્રેમેકિંગ 225 અને 'રોયલ-225' એમ બંનેમાં ટ્રામાડોલ હાઈડ્રોક્લોરાઇડ ટેબ્લેટ 225 મિલિગ્રામ હોય છે. તેમાં ન તો સ્ટ્રીપ્સ હોય છે કે ન તો બોક્સમાં ઉત્પાદકની કોઈ વિગતો આપેલી હતી. ત્યારે હવે આ મામલે કસ્ટમ વિભાગે યોગ્ય તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાંથી ડ્રગ્સ, ચરસ અને અન્ય માદક દ્રવ્યના બિનવારસી જથ્થા ઝડપાતા હોય છે. થોડા દિવસ પહેલા જ BSFએ 150 કરોડનું ડ્રગ્સ કર્યુ હતુ જપ્ત BSFએ 20 જૂને જ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ, જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા હતા. ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા, તમને જણાવી દઈએ કે BSFએ અત્યાર સુધી કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો ડ્રગ્સ માફિયાઓ લઈ રહ્યા છે ફાયદો ઉલ્લેખનીય છે કે ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો ડ્રગ્સ માફિયાઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. કારણ કે વારંવાર ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાવવાની ઘટનાઓ સામે આવતી રહી છે. કચ્છની દરિયાઈ સીમામાંથી બિનવારસી હાલતમાં માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જખૌ કોસ્ટ વિસ્તારમાં BSFના જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. અગાઉ 18 જૂને પણ 2 જુદા જુદા બેટ પરથી ડ્રગ્સના 23 પેકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત જખૌ નજીકથી 8 પેકેટ ડ્રગ્સ મળી આવ્યા છે. દરિયામાં તરતા ડ્રગ્સને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Kutch: 100 કરોડનું માદક દ્રવ્ય કસ્ટમ વિભાગે કર્યુ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચ્છમાં રૂપિયા 100 કરોડનું માદક દ્રવ્ય જપ્ત
  • મુન્દ્રા કસ્ટમે ગેરકાયદેસર માદક દ્રવ્ય જપ્ત કર્યુ
  • આફ્રિકામાં નિકાસ કરવામાં આવી રહી હતી

કચ્છમાં ફરી એક વખત માદક દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યુ છે. કચ્છના મુન્દ્રામાં કસ્ટમ વિભાગે રૂપિયા 100 કરોડનું ગેરકાયદેસર માદક દ્રવ્ય જપ્ત કર્યુ છે. મળતી માહિતી મુજબ આ માદક દ્રવ્યની આફ્રિકામાં નિકાસ કરવામાં આવી રહી હતી અને નિકાસ કરવામાં આવે તે પહેલા જ કસ્ટમ વિભાગે જથ્થો ઝડપી પાડ્યો છે.

બોક્સ પર ઉત્પાદકની કોઈ વિગતો નહીં

કસ્ટમ વિભાગને અઘોષિત દવાની પટ્ટીઓ ધરાવતા બોક્સ મળ્યા, જેમાં 'ટ્રેમેકિંગ 225 અને 'રોયલ-225' એમ બંનેમાં ટ્રામાડોલ હાઈડ્રોક્લોરાઇડ ટેબ્લેટ 225 મિલિગ્રામ હોય છે. તેમાં ન તો સ્ટ્રીપ્સ હોય છે કે ન તો બોક્સમાં ઉત્પાદકની કોઈ વિગતો આપેલી હતી. ત્યારે હવે આ મામલે કસ્ટમ વિભાગે યોગ્ય તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાંથી ડ્રગ્સ, ચરસ અને અન્ય માદક દ્રવ્યના બિનવારસી જથ્થા ઝડપાતા હોય છે.

થોડા દિવસ પહેલા જ BSFએ 150 કરોડનું ડ્રગ્સ કર્યુ હતુ જપ્ત

BSFએ 20 જૂને જ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ, જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા હતા. ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા, તમને જણાવી દઈએ કે BSFએ અત્યાર સુધી કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે.

ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો ડ્રગ્સ માફિયાઓ લઈ રહ્યા છે ફાયદો

ઉલ્લેખનીય છે કે ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો ડ્રગ્સ માફિયાઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. કારણ કે વારંવાર ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાવવાની ઘટનાઓ સામે આવતી રહી છે. કચ્છની દરિયાઈ સીમામાંથી બિનવારસી હાલતમાં માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જખૌ કોસ્ટ વિસ્તારમાં BSFના જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. અગાઉ 18 જૂને પણ 2 જુદા જુદા બેટ પરથી ડ્રગ્સના 23 પેકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત જખૌ નજીકથી 8 પેકેટ ડ્રગ્સ મળી આવ્યા છે. દરિયામાં તરતા ડ્રગ્સને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.