Ahmedabadના અનેક પોશ વિસ્તાર પાણીમાં ગરકાવ, AMCના સ્માર્ટસીટી હોવાના દાવાઓ પોકળ
શહેરના પોશ વિસ્તાર પકવાન ચાર રસ્તા, સિંધુભવન રોડ, જજીસ બંગ્લો રોડ પર પાણી જ પાણીઅમદાવાદના શિવરંજનીથી શ્યામલ વિસ્તારની વચ્ચે પણ વરસાદી પાણી ભરાયા શહેરમાં સાંજે 7 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને સતત ધોધમાર વરસાદને પગલે સ્માર્ટ શહેરના અનેક પોશ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શ્યામલ વિસ્તારમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા અમદાવાદમાં IIM બ્રિજ નીચે ઘૂંટણસમા પાણી ભરાયા છે અને પાણી ભરાતા અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે અનેક વાહનચાલકો રોંગ સાઈડમાં આવતા ફસાયા હતા અને મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે અમદાવાદના શિવરંજનીથી શ્યામલ વિસ્તારની વચ્ચે પણ વરસાદી પાણીએ કબ્જો જમાવ્યો છે. શ્યામલ વિસ્તારમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને પાણી ભરાવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે લોકો એએમસી પર રોષે ભરાયા છે. ત્યારે પાણીમાં ફસાવાથી અનેક વાહનો બંધ પડ્યા હતા. ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા ત્યારે શહેરના પોશ વિસ્તાર ગણાતા પકવાન ચાર રસ્તા નજીક સર્વિસ રોડ અને મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને વરસાદના કારણે તંત્રની પોલ ખુલ્લી ગઈ છે. તંત્રના સ્માર્ટ સીટીના દાવાઓ વરસાદમાં વહી ગયા હોય તેવુ લાગી રહ્યું છે. શહેર પોશ વિસ્તાર ગણાતા કેશવબાગ, થલતેજમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી બીજી તરફ શહેરના અન્ય પોશ વિસ્તાર કેશવબાગમાં પણ વરસાદી પાણી ભરાયા છે અને ત્યાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને વરસાદી પાણીમાં અનેક ટુ વ્હીકલ બંધ પડી ગયા છે. અમદાવાદને વરસાદે ધમરોળ્યું છે અને થલતેજ સર્વિસ રોડ, ગોતા, એસ.જી.રોડ, ઈસ્કોન ચાર રસ્તા, સોલા રોડ સહિતના માર્ગ પાણીમાં ગરકાવ થયા છે અને ભારે વરસાદને પગલે જનજીવનને અસર પડી છે. અમદાવાદમાં ધોધમાર વરસાદથી હાલાકી સર્જાઈ છે અને નવા વાડજ વિસ્તારમાં પણ 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે. ત્યારે હાલમાં શહેરમાં સાંજે 7 વાગ્યા સુધી વરસાદના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- શહેરના પોશ વિસ્તાર પકવાન ચાર રસ્તા, સિંધુભવન રોડ, જજીસ બંગ્લો રોડ પર પાણી જ પાણી
- અમદાવાદના શિવરંજનીથી શ્યામલ વિસ્તારની વચ્ચે પણ વરસાદી પાણી ભરાયા
- શહેરમાં સાંજે 7 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ
સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને સતત ધોધમાર વરસાદને પગલે સ્માર્ટ શહેરના અનેક પોશ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
શ્યામલ વિસ્તારમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા
અમદાવાદમાં IIM બ્રિજ નીચે ઘૂંટણસમા પાણી ભરાયા છે અને પાણી ભરાતા અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે અનેક વાહનચાલકો રોંગ સાઈડમાં આવતા ફસાયા હતા અને મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે અમદાવાદના શિવરંજનીથી શ્યામલ વિસ્તારની વચ્ચે પણ વરસાદી પાણીએ કબ્જો જમાવ્યો છે. શ્યામલ વિસ્તારમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને પાણી ભરાવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે લોકો એએમસી પર રોષે ભરાયા છે. ત્યારે પાણીમાં ફસાવાથી અનેક વાહનો બંધ પડ્યા હતા.
ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
ત્યારે શહેરના પોશ વિસ્તાર ગણાતા પકવાન ચાર રસ્તા નજીક સર્વિસ રોડ અને મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને વરસાદના કારણે તંત્રની પોલ ખુલ્લી ગઈ છે. તંત્રના સ્માર્ટ સીટીના દાવાઓ વરસાદમાં વહી ગયા હોય તેવુ લાગી રહ્યું છે.
શહેર પોશ વિસ્તાર ગણાતા કેશવબાગ, થલતેજમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
બીજી તરફ શહેરના અન્ય પોશ વિસ્તાર કેશવબાગમાં પણ વરસાદી પાણી ભરાયા છે અને ત્યાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને વરસાદી પાણીમાં અનેક ટુ વ્હીકલ બંધ પડી ગયા છે. અમદાવાદને વરસાદે ધમરોળ્યું છે અને થલતેજ સર્વિસ રોડ, ગોતા, એસ.જી.રોડ, ઈસ્કોન ચાર રસ્તા, સોલા રોડ સહિતના માર્ગ પાણીમાં ગરકાવ થયા છે અને ભારે વરસાદને પગલે જનજીવનને અસર પડી છે. અમદાવાદમાં ધોધમાર વરસાદથી હાલાકી સર્જાઈ છે અને નવા વાડજ વિસ્તારમાં પણ 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે. ત્યારે હાલમાં શહેરમાં સાંજે 7 વાગ્યા સુધી વરસાદના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.