ઓરિસ્સાના ગંજામમાંથી ગુજરાતમાં સૌથી વધુ ગાંજો સપ્લાય થાય છે

અમદાવાદ,શુક્રવારઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી અમદાવાદમાં મોકલવામાં આવેલો ૨૦૦ કિલો ગાંજો મળી આવવાની ઘટનાને પગલે અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓના સ્થાનિક ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જો કે ઓરિસ્સાનો ગંજામ જિલ્લો ગાંજાનો હબ ગણાય છે. જેમાં ટ્રેન દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં નિયમિત રીતે ગાંજો સપ્લાય થતો હોવાની  પણ સામે આવ્યું છે. ગુજરાતમાં એમ ડી ડ્રગ્સની સાથે ગાંજા જેવા ડ્ર્ગ્સની ડિમાન્ડ જોવા મળી રહી છે.  જો કે એમ ડી ડ્રગ્સની માફક ગાંજાનો જથ્થો સારી ગુણવતાનો મળી રહે તે માટે ડ્રગ્સ માફિયાઓ માટે ઓરિસ્સાનો ગંજામ જિલ્લો સૌથી સલામત અને મહત્વનો છે. છેલ્લાં ઘણા વર્ષોમાં ગંજામમાંથી તેમજ ત્યાંથી સપ્લાય થતો કરોડો રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો  જપ્ત કરાયો છે.  આ ઉપરાંત, ત્યાંથી માત્ર ગુજરાતમાં જ નહી પણ અન્ય રાજ્યોમાં ટ્રેન દ્વારા  નિયમિત રીતે  ગાંજાનો જથ્થો મોકલવામાં આવે છે. ખાસ કરીને સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં ટ્રેનથી અનેક પેડલર લાખો રૂપિયાનો ગાંજો સપ્લાય કરે છે. જેમાં અનેક કિસ્સામાં ગાંજો બિનવારસી પણ મળી આવે છે. રેલવે પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ઓરિસ્સાના પુરીથી ગુજરાતમાં આવતી ટ્રેનમાં ગાંજો પકડાયાના કેસની તપાસમાં ગંજામ જિલ્લાના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી બહાર આવી છે. 

ઓરિસ્સાના ગંજામમાંથી   ગુજરાતમાં સૌથી વધુ ગાંજો સપ્લાય થાય છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી અમદાવાદમાં મોકલવામાં આવેલો ૨૦૦ કિલો ગાંજો મળી આવવાની ઘટનાને પગલે અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓના સ્થાનિક ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જો કે ઓરિસ્સાનો ગંજામ જિલ્લો ગાંજાનો હબ ગણાય છે. જેમાં ટ્રેન દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં નિયમિત રીતે ગાંજો સપ્લાય થતો હોવાની  પણ સામે આવ્યું છે. ગુજરાતમાં એમ ડી ડ્રગ્સની સાથે ગાંજા જેવા ડ્ર્ગ્સની ડિમાન્ડ જોવા મળી રહી છે.  જો કે એમ ડી ડ્રગ્સની માફક ગાંજાનો જથ્થો સારી ગુણવતાનો મળી રહે તે માટે ડ્રગ્સ માફિયાઓ માટે ઓરિસ્સાનો ગંજામ જિલ્લો સૌથી સલામત અને મહત્વનો છે.

છેલ્લાં ઘણા વર્ષોમાં ગંજામમાંથી તેમજ ત્યાંથી સપ્લાય થતો કરોડો રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો  જપ્ત કરાયો છે.  આ ઉપરાંત, ત્યાંથી માત્ર ગુજરાતમાં જ નહી પણ અન્ય રાજ્યોમાં ટ્રેન દ્વારા  નિયમિત રીતે  ગાંજાનો જથ્થો મોકલવામાં આવે છે. ખાસ કરીને સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં ટ્રેનથી અનેક પેડલર લાખો રૂપિયાનો ગાંજો સપ્લાય કરે છે. જેમાં અનેક કિસ્સામાં ગાંજો બિનવારસી પણ મળી આવે છે. રેલવે પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ઓરિસ્સાના પુરીથી ગુજરાતમાં આવતી ટ્રેનમાં ગાંજો પકડાયાના કેસની તપાસમાં ગંજામ જિલ્લાના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી બહાર આવી છે.