Limbdi: પરનાળાથી પરાલીનો રોડ તૂટી જતા ગ્રામજનો લાલઘૂમ

લીંબડી તાલુકાના પરનાળા ગામથી પરાલી ગામ સુધીનો નવો બનાવેલો લાખો રૂપીયાનો રોડ છ માસના ટુંકા ગાળામાં જ તુટી જતા ગ્રામજનોએ રોષ વ્યકત કરી નવો બનાવવાની માંગ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગામડામાં બનાવાતા રોડમાં અધિકારીઓ અને કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે ગુણવતા વગરના રોડ બનતા હોવાથી તુટી જતા હોય છે. ત્યારે લીંબડી તાલુકાના પરાલીથી પરનાળા ગામ સુધીનો આશરે અઢી કરોડ રૂપિયાના ખર્ચે બનેલો નવો રોડ છ માસ પહેલા જ બનેલો છે. આ રોડ એક ચોમાસુ જતાની સાથે જ તુટી ગયો અને બિસ્માર થઇ ગયો છે. ઠેર ઠેર રોડ ઉપર કાંકરી દેખાય છે. પુરતો સીમેન્ટ વાપર્યો જ નથી અને ગુણવત્તા વગરનો રોડ બનવાના કારણે રોડ તો તુટી ગયો અને ગરનાળામાં સળીયા દેખાવા લાગ્યા છે. જેના કારણે ગ્રામજનોએ નારાજગી વ્યકત કરી સરકાર દ્વારા આ રોડ ફરીથી બનાવી ગુણવતા વાળુ કામ થાય એવી માંગ કરી છે.

Limbdi: પરનાળાથી પરાલીનો રોડ તૂટી જતા ગ્રામજનો લાલઘૂમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લીંબડી તાલુકાના પરનાળા ગામથી પરાલી ગામ સુધીનો નવો બનાવેલો લાખો રૂપીયાનો રોડ છ માસના ટુંકા ગાળામાં જ તુટી જતા ગ્રામજનોએ રોષ વ્યકત કરી નવો બનાવવાની માંગ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગામડામાં બનાવાતા રોડમાં અધિકારીઓ અને કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે ગુણવતા વગરના રોડ બનતા હોવાથી તુટી જતા હોય છે. ત્યારે લીંબડી તાલુકાના પરાલીથી પરનાળા ગામ સુધીનો આશરે અઢી કરોડ રૂપિયાના ખર્ચે બનેલો નવો રોડ છ માસ પહેલા જ બનેલો છે. આ રોડ એક ચોમાસુ જતાની સાથે જ તુટી ગયો અને બિસ્માર થઇ ગયો છે. ઠેર ઠેર રોડ ઉપર કાંકરી દેખાય છે. પુરતો સીમેન્ટ વાપર્યો જ નથી અને ગુણવત્તા વગરનો રોડ બનવાના કારણે રોડ તો તુટી ગયો અને ગરનાળામાં સળીયા દેખાવા લાગ્યા છે. જેના કારણે ગ્રામજનોએ નારાજગી વ્યકત કરી સરકાર દ્વારા આ રોડ ફરીથી બનાવી ગુણવતા વાળુ કામ થાય એવી માંગ કરી છે.