Kutch: પાણીના અભાવે વર્ષે 12 હજાર કરોડનું કચ્છને નુકસાન થવાનો ફોકિયાનો આક્ષેપ
અનેક ઉદ્યોગગૃહો આ કારણે વિસ્તરણ પણ કરી શકતા નથી કચ્છ આવેલા ઉદ્યોગ મંત્રી સમક્ષ ફોકિયાએ શ્રેણીબદ્ધ પ્રશ્નો રજુ કર્યા રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત કચ્છની મુલાકાતે હતા કચ્છમાં કાર્યરત ઉદ્યોગોને પુરતું પાણી ન મળતું હોવાના એકમાત્ર કારણે દર વર્ષે ક્ષમતા કરતા 12 હજાર કરોડના મૂલ્યનું ઉત્પાદન ઓછું થાય છે અને તેને લીધે અનેક ઉદ્યોગો પાસે યોજના તૈયાર હોવા છતાં વિસ્તરણનું કાર્ય ન થઇ શકાતું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનાથી ઉદ્યોગોને સતાવતી અનેક સમસ્યાઓ કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સમક્ષ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસટ્રીઝ એસોસિએશન (ફોકિયા) દ્વારા રજુ કરવામાં આવી હતી. ફોકિયાના મેનેજિંગ ડાયરેક્ટર શરદ ભાટિયા સહિતનાઓએ ઉદ્યોગ મંત્રી સમક્ષ કચ્છની ઔદ્યોગિક બિરાદરીને પડકારતી સમસ્યાઓ રજુ કરી હતી. અને તેનું ઉદ્યોગો સાથેના સંવાદ વડે નિરાકરણ થાય તેવી રજુઆત કરવામાં આવી હતી. ભાટિયાના જણાવ્યા મુજબ હાલમાં જિલ્લામાં 1.5 લાખ કરોડનું ઔદ્યોગિક રોકાણ થયેલું છે. 1.50 લાખ કરોડ વિશ્વના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્કમાં ઠલવાઈ રહ્યા છે. 34 હજાર કરોડ આગામી 5 વર્ષમાં પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્ષમાં આવશે. આગામી 10 વર્ષમાં 3 થી 4 લાખ કરોડ ગ્રીન હાઈડ્રોજન સેગમેન્ટમાં આવવાની સંભાવના છે અને ૨૦૨૭ સુધીમાં કંડલા અને મુન્દ્રા બંને પોર્ટની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા બમણી થવાની છે. ત્યારે કેટલીક નીતિ વિષયક અને ઉદ્યોગિક મણખાને લગતા મુદ્દાઓં ધ્યાનમાં લેવામાં આવે તો ઔદ્યોગિક પ્રવૃતિઓને બળ મળશે. વહેલી તકે ઉકેલાઈ શકે એમ છે તો તેને તાકીદે ઉકેલી લેવી જોઈએ. જમીન કાયદામાં સુધારા જરૂરી તેમના કહેવા મુજબ જમીન કાયદામાં સુધારા ખુબ જરૂરી છે. જેમાં બિન ખેડૂતોને ઔદ્યોગિક હેતુ માટે જમીન ખરીદવાની છૂટ આપવા, વિકાસમાં ઉછાળો લાવવા માટે બિન ખેતીને લગતી પ્રક્રિયા ત્યજવા, સાચી ભાવનાથી ઔદ્યોગિક હેતુ માટે જમીન ડીમ્ડ એનએ કરવા, વેરાન-પિયત અને કપિત જમીનમાં ધારા ધોરણો મુજબ જમીન સંપાદનના કાયદામાં સુધારો કરવો જરૂરી છે. હાલ 90 એમએલડી પાણી ઉદ્યોગોને અપાય છે તો પાણીને લગતી કચ્છની સમસ્યા પર વાત કરતા ફોકિયાએ કહ્યું હતું કે, જીડબ્લ્યુઆઈએલ દ્વારા હાલે 90 એમએલડી પાણી ઉદ્યોગોને અપાય છે. એમાંથી 30-40 ટકા પાણી જ ઉદ્યોગોને મળે છે. દર વર્ષે અંદાજે રૂ. 12 હજાર કરોડનું ઓછું ઉત્પાદન પાણીને કારણે થાય છે. તેને લઈને ઔદ્યોગિક વિસ્તરણ અટકી પડ્યા છે. આને અનુલક્ષીને ગુજરાત ગવર્મેન્ટ અને ફોકિયાની ભાગીદારીથી ઉભો થનાર 150 MLDની ડીસેલીનેસન પ્લાન્ટની પ્રક્રિયામાં ઝડપ લાવવી, ગડુલી-સાંતલપુર રોડની સમાંતર 150 MLD સમતાની નર્મદાના પાણીની પાઈપલઈન નાખવી તેવા સુચાનો કર્યાં હતા. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરતા તેમણે ઉદ્યોગ મંત્રી સમક્ષ માંગણી કરી હતી કે, કૃત્રિમ અડચણો દુર કરીને ઓનલાઈન ઈલેક્ટ્રીસિટી ડ્યુટીમાંથી મુક્તિ ની પ્રક્રિયા, બિલ્ડીંગ કન્સ્ટ્રકશનને લગતા કાયદામાં વિવિધ કચેરીઓ વચ્ચે સંકલન જરૂરી બનાવો, સીઆરઝેડમાં રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સંકલન જરૂરી કરો, પ્રોપર્ટી ટેક્ષની આકારણીમાં ગ્રામપંચાયત માટે એક સરખી માર્ગદર્શિકા બનાવો. વર્ષ ૨૦૨૫ સુધી કચ્છમાં લગભગ અઢી થી ત્રણ લાખ જેટલાં કામદરો માટે રેહવની વ્યવસ્થા કરવાની થશે, આ સંદર્ભે ફોકિયાએ ભૂકંપના ઝોન 5 માં આવતાં અન્ય આઠ રાજ્યો ની જેમ કચ્છ માં પણ કામદારો ના આવાસ માટે 45 મીટરની ઉચાઇ સુધી બાંધકામ કરવામાટે ની છૂટ આપી હતી. હાલના ઔદ્યોગિક વિકાસની રફતાર સાથે હવાઈ અને રેલ માર્ગે ઉતારુઓની હેર-ફેર માટેની સુવિધાઓનો મેળ ખાતો નથી. એમ કહીને તેમણે હવાઈ અને રેલ માર્ગે દેશના અન્ય ભાગ સાથેનું જોડાણ વધારવા, ભુજથી મુંબઈ અને દિલ્હી માટે અલગથી વંદે ભારત ટ્રેન ફાળવવા, કંડલા અને ભુજ હવાઈ મથકોનું વિસ્તરણ તાકીદે કરવા પર ભાર મૂક્યો હતો. સોલ્ટ અને બ્રોમીન ઉદ્યોગમાં કચ્છનો સિંહફાળો 60 ટકા નમક ઉત્પાદન કરતા કચ્છમાં લીઝને લગતા પ્રશ્નો લાંબા સમયથી પેન્ડીંગ છે. જો કૃત્રિમ રીતે દરિયાનું પાણી વાળીને બ્રોમીનનું ઉત્પાદન કરવામાં આવે તો દેશના વિકાસમાં તેનો અનન્ય ફાળો રહેશે. આ માટે પુરતું દરિયાઈ પાણી દરેક ઉત્પાદકને મળી રહે તે જોવું જરૂરી છે. લોજીસ્ટીક ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ અધુરો 11 લેન્ડલોક રાજ્યો માટેના સૌથી મહત્વના બંદરો, કંડલા અને મુન્દ્રાની ક્ષમતા 500 એમ.એમ.ટી 2025 સુધીમાં થવાની છે. કંડલા-સામખીયાળી-માળિયા અને કંડલા-પાલનપુર હાઈવેને છ માર્ગીય કરવાની તાકીદે જરૂર. આવી રહેલા ઉદ્યોગોને ધ્યાનમાં લઈને વાયોર સુધી ના રૈલ નેટવર્ક ને ઘડુલી-સાંતલપુર રોડનની સમાંતર લંબાવાની જરૂર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અનેક ઉદ્યોગગૃહો આ કારણે વિસ્તરણ પણ કરી શકતા નથી
- કચ્છ આવેલા ઉદ્યોગ મંત્રી સમક્ષ ફોકિયાએ શ્રેણીબદ્ધ પ્રશ્નો રજુ કર્યા
- રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત કચ્છની મુલાકાતે હતા
કચ્છમાં કાર્યરત ઉદ્યોગોને પુરતું પાણી ન મળતું હોવાના એકમાત્ર કારણે દર વર્ષે ક્ષમતા કરતા 12 હજાર કરોડના મૂલ્યનું ઉત્પાદન ઓછું થાય છે અને તેને લીધે અનેક ઉદ્યોગો પાસે યોજના તૈયાર હોવા છતાં વિસ્તરણનું કાર્ય ન થઇ શકાતું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનાથી ઉદ્યોગોને સતાવતી અનેક સમસ્યાઓ કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સમક્ષ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસટ્રીઝ એસોસિએશન (ફોકિયા) દ્વારા રજુ કરવામાં આવી હતી.
ફોકિયાના મેનેજિંગ ડાયરેક્ટર શરદ ભાટિયા સહિતનાઓએ ઉદ્યોગ મંત્રી સમક્ષ કચ્છની ઔદ્યોગિક બિરાદરીને પડકારતી સમસ્યાઓ રજુ કરી હતી. અને તેનું ઉદ્યોગો સાથેના સંવાદ વડે નિરાકરણ થાય તેવી રજુઆત કરવામાં આવી હતી. ભાટિયાના જણાવ્યા મુજબ હાલમાં જિલ્લામાં 1.5 લાખ કરોડનું ઔદ્યોગિક રોકાણ થયેલું છે. 1.50 લાખ કરોડ વિશ્વના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્કમાં ઠલવાઈ રહ્યા છે. 34 હજાર કરોડ આગામી 5 વર્ષમાં પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્ષમાં આવશે. આગામી 10 વર્ષમાં 3 થી 4 લાખ કરોડ ગ્રીન હાઈડ્રોજન સેગમેન્ટમાં આવવાની સંભાવના છે અને ૨૦૨૭ સુધીમાં કંડલા અને મુન્દ્રા બંને પોર્ટની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા બમણી થવાની છે. ત્યારે કેટલીક નીતિ વિષયક અને ઉદ્યોગિક મણખાને લગતા મુદ્દાઓં ધ્યાનમાં લેવામાં આવે તો ઔદ્યોગિક પ્રવૃતિઓને બળ મળશે. વહેલી તકે ઉકેલાઈ શકે એમ છે તો તેને તાકીદે ઉકેલી લેવી જોઈએ.
જમીન કાયદામાં સુધારા જરૂરી
તેમના કહેવા મુજબ જમીન કાયદામાં સુધારા ખુબ જરૂરી છે. જેમાં બિન ખેડૂતોને ઔદ્યોગિક હેતુ માટે જમીન ખરીદવાની છૂટ આપવા, વિકાસમાં ઉછાળો લાવવા માટે બિન ખેતીને લગતી પ્રક્રિયા ત્યજવા, સાચી ભાવનાથી ઔદ્યોગિક હેતુ માટે જમીન ડીમ્ડ એનએ કરવા, વેરાન-પિયત અને કપિત જમીનમાં ધારા ધોરણો મુજબ જમીન સંપાદનના કાયદામાં સુધારો કરવો જરૂરી છે.
હાલ 90 એમએલડી પાણી ઉદ્યોગોને અપાય છે
તો પાણીને લગતી કચ્છની સમસ્યા પર વાત કરતા ફોકિયાએ કહ્યું હતું કે, જીડબ્લ્યુઆઈએલ દ્વારા હાલે 90 એમએલડી પાણી ઉદ્યોગોને અપાય છે. એમાંથી 30-40 ટકા પાણી જ ઉદ્યોગોને મળે છે. દર વર્ષે અંદાજે રૂ. 12 હજાર કરોડનું ઓછું ઉત્પાદન પાણીને કારણે થાય છે. તેને લઈને ઔદ્યોગિક વિસ્તરણ અટકી પડ્યા છે. આને અનુલક્ષીને ગુજરાત ગવર્મેન્ટ અને ફોકિયાની ભાગીદારીથી ઉભો થનાર 150 MLDની ડીસેલીનેસન પ્લાન્ટની પ્રક્રિયામાં ઝડપ લાવવી, ગડુલી-સાંતલપુર રોડની સમાંતર 150 MLD સમતાની નર્મદાના પાણીની પાઈપલઈન નાખવી તેવા સુચાનો કર્યાં હતા.
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરતા તેમણે ઉદ્યોગ મંત્રી સમક્ષ માંગણી કરી હતી કે, કૃત્રિમ અડચણો દુર કરીને ઓનલાઈન ઈલેક્ટ્રીસિટી ડ્યુટીમાંથી મુક્તિ ની પ્રક્રિયા, બિલ્ડીંગ કન્સ્ટ્રકશનને લગતા કાયદામાં વિવિધ કચેરીઓ વચ્ચે સંકલન જરૂરી બનાવો, સીઆરઝેડમાં રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સંકલન જરૂરી કરો, પ્રોપર્ટી ટેક્ષની આકારણીમાં ગ્રામપંચાયત માટે એક સરખી માર્ગદર્શિકા બનાવો. વર્ષ ૨૦૨૫ સુધી કચ્છમાં લગભગ અઢી થી ત્રણ લાખ જેટલાં કામદરો માટે રેહવની વ્યવસ્થા કરવાની થશે, આ સંદર્ભે ફોકિયાએ ભૂકંપના ઝોન 5 માં આવતાં અન્ય આઠ રાજ્યો ની જેમ કચ્છ માં પણ કામદારો ના આવાસ માટે 45 મીટરની ઉચાઇ સુધી બાંધકામ કરવામાટે ની છૂટ આપી હતી.
હાલના ઔદ્યોગિક વિકાસની રફતાર સાથે હવાઈ અને રેલ માર્ગે ઉતારુઓની હેર-ફેર માટેની સુવિધાઓનો મેળ ખાતો નથી. એમ કહીને તેમણે હવાઈ અને રેલ માર્ગે દેશના અન્ય ભાગ સાથેનું જોડાણ વધારવા, ભુજથી મુંબઈ અને દિલ્હી માટે અલગથી વંદે ભારત ટ્રેન ફાળવવા, કંડલા અને ભુજ હવાઈ મથકોનું વિસ્તરણ તાકીદે કરવા પર ભાર મૂક્યો હતો.
સોલ્ટ અને બ્રોમીન ઉદ્યોગમાં કચ્છનો સિંહફાળો
60 ટકા નમક ઉત્પાદન કરતા કચ્છમાં લીઝને લગતા પ્રશ્નો લાંબા સમયથી પેન્ડીંગ છે. જો કૃત્રિમ રીતે દરિયાનું પાણી વાળીને બ્રોમીનનું ઉત્પાદન કરવામાં આવે તો દેશના વિકાસમાં તેનો અનન્ય ફાળો રહેશે. આ માટે પુરતું દરિયાઈ પાણી દરેક ઉત્પાદકને મળી રહે તે જોવું જરૂરી છે.
લોજીસ્ટીક ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ અધુરો
- 11 લેન્ડલોક રાજ્યો માટેના સૌથી મહત્વના બંદરો, કંડલા અને મુન્દ્રાની ક્ષમતા 500 એમ.એમ.ટી 2025 સુધીમાં થવાની છે.
- કંડલા-સામખીયાળી-માળિયા અને કંડલા-પાલનપુર હાઈવેને છ માર્ગીય કરવાની તાકીદે જરૂર.
- આવી રહેલા ઉદ્યોગોને ધ્યાનમાં લઈને વાયોર સુધી ના રૈલ નેટવર્ક ને ઘડુલી-સાંતલપુર રોડનની સમાંતર લંબાવાની જરૂર છે.