Vadodara: શહેરમાં શુક્રવારે વિવિધ વિસ્તારમાંથી 6 મગર અને પાંચ કાચબા ઝડપાયા

વિતેલા 3 દિવસમાં 24 મગરો ઝડપાયા, 7 કાચબાનું રેસ્કયૂશહેરમાં વન વિભાગના રેસ્ક્યૂઅર અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથેની 18 ટીમ શહેરમાં કાર્યરત છે શહેરની વિશ્વામિત્રીનદીમાં મહાકાય કાચબા પણ મોટી સંખ્યામાં છે શહેરમાં પૂરના પાણી ઓસરી જતાં શુક્રવારે 06 મગર અને પાંચ કાચબા શહેરના વિવિધ વિસ્તારમાં દેખાદેતા તેને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા. શહેરમાથી પૂરના પાણી ઓસરી જતાં મગર અને કાચબા ઠેર ઠેર દેખાવવાનો સિલસિલો શુક્રવારે પણ ચાલું રહ્યો હતો. મગર સાપ કાચબાને રેસ્કયૂ માટેના ફોન વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાની ઓફિસને મળ્યાં હતા. શહેરમાં વન વિભાગના રેસ્ક્યૂઅર અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથેની 18 ટીમ શહેરમાં કાર્યરત છે. શુક્રવારે અકોટામાંથી 12 ફૂટ કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાંથી 12 ફૂટ અને 10 ફૂટનાં એમ બે મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કમાટીબાગમાંથી પણ બે મગર 10 ફૂટ અને 11 ફૂટના તેમજ રાજમહેલ રોડ ઉપરથી 04 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. શહેરની વિશ્વામિત્રીનદીમાં મહાકાય કાચબા પણ મોટી સંખ્યામાં છે. તેઓ પણ પૂરના લીધે શહેરના વિવિધ વિસ્તારમાં દેખાદીધી હતી. જેમા હરણીરોડ જય અંબે વિદ્યાલય પાસે કમાટીબાગ બાલ ભુવન પાસેથી કમાટીબાગ જોયટ્રેનની ઓફિસ સહિતનાં બે સ્થળોએથી કાચબાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યૂ હતું. પાસેથી અકોટા સમજી સોસાયટી પાસેથી પણ કાચબાનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું.

Vadodara: શહેરમાં શુક્રવારે વિવિધ વિસ્તારમાંથી 6 મગર અને પાંચ કાચબા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિતેલા 3 દિવસમાં 24 મગરો ઝડપાયા, 7 કાચબાનું રેસ્કયૂ
  • શહેરમાં વન વિભાગના રેસ્ક્યૂઅર અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથેની 18 ટીમ શહેરમાં કાર્યરત છે
  • શહેરની વિશ્વામિત્રીનદીમાં મહાકાય કાચબા પણ મોટી સંખ્યામાં છે

શહેરમાં પૂરના પાણી ઓસરી જતાં શુક્રવારે 06 મગર અને પાંચ કાચબા શહેરના વિવિધ વિસ્તારમાં દેખાદેતા તેને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.

શહેરમાથી પૂરના પાણી ઓસરી જતાં મગર અને કાચબા ઠેર ઠેર દેખાવવાનો સિલસિલો શુક્રવારે પણ ચાલું રહ્યો હતો. મગર સાપ કાચબાને રેસ્કયૂ માટેના ફોન વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાની ઓફિસને મળ્યાં હતા. શહેરમાં વન વિભાગના રેસ્ક્યૂઅર અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથેની 18 ટીમ શહેરમાં કાર્યરત છે. શુક્રવારે અકોટામાંથી 12 ફૂટ કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાંથી 12 ફૂટ અને 10 ફૂટનાં એમ બે મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કમાટીબાગમાંથી પણ બે મગર 10 ફૂટ અને 11 ફૂટના તેમજ રાજમહેલ રોડ ઉપરથી 04 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. શહેરની વિશ્વામિત્રીનદીમાં મહાકાય કાચબા પણ મોટી સંખ્યામાં છે. તેઓ પણ પૂરના લીધે શહેરના વિવિધ વિસ્તારમાં દેખાદીધી હતી. જેમા હરણીરોડ જય અંબે વિદ્યાલય પાસે કમાટીબાગ બાલ ભુવન પાસેથી કમાટીબાગ જોયટ્રેનની ઓફિસ સહિતનાં બે સ્થળોએથી કાચબાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યૂ હતું. પાસેથી અકોટા સમજી સોસાયટી પાસેથી પણ કાચબાનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું.