Kutchના લખપતમાં ભેદી બિમારી મુદ્દે આરોગ્યમંત્રી પહોંચ્યા ગામમાં, તંત્ર સાથે યોજી બેઠક

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે ત્યારે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છ પહોંચ્યા છે ભુજ ખાતે શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને બેઠક યોજી માહિતી મેળવી હતી..જેમાં બે તાલુકામાં જોવા મળેલા શંકાસ્પદ તાવના કેસોને વિષે વિગતો મેળવી સમીક્ષા કરી હતી. આરોગ્યમંત્રી પહોંચ્યા કચ્છમાં રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કચ્છના લખપત અને અબડાસા તાલુકાના શંકાસ્પદ તાવના કેસની ઊભી થયેલી સ્થિતિ લઈને ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.અસરગ્રસ્ત તાલુકામાં તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક સેમ્પલ લઈને દર્દીને નજીકની મેડિકલ ફેસિલિટિઝમાં દાખલ કરવા સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરી નાગરિકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટથી પણ એક ટીમ ગઈ છે કચ્છમાં તાવ, શરદી, ઉધરસ, સ્નાયુઓમાં દુઃખાવો કે શરીરમાં નબળાઈ જણાઈ તો નજીકના સરકારી સુવિધાઓનો સંપર્ક કરીને સારવાર લેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.અબડાસા અને લખપત તાલુકામાં 16 જેટલા દર્દીઓના મોત થયા છે.ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.તેમજ ડોકટરો તેમજ સ્ટાફને જરૂરી સૂચના પણ આપવામાં આવી છે.કે ભેદી બિમારીને લઈ રાજકોટથી નિષ્ણાંત તબીબોની ટીમ ગામમાં ગઈ છે અને સર્વે કરી રહી છે.સરકાર આ બાબતે કાર્યવાહી પણ કરી રહી છે.ગામમાં અન્ય કારણોસર પણ મોત થયા હોવાની વાત સામે આવી છે,તો એક વાત એ પણ છે કે,તબીબોની સંખ્યા ઓછી છે પણ બોન્ડેડ તબીબો ઉપલબ્ધ છે અને સારવાર ચાલી રહી છે અન્ય સરકારી તબીબો GPSC પાસેથી પણ ઉપલબ્ધ થશે,તો કોંગ્રેસને આડે હાથ લેતા મંત્રીએ કહ્યું કે,કોંગ્રેસ માત્ર હોબાળા કરવાનું કામ કરે છે અને માત્ર મુદ્દાઓ બનાવવાનું કામ કરે છે.  

Kutchના લખપતમાં ભેદી બિમારી મુદ્દે આરોગ્યમંત્રી પહોંચ્યા ગામમાં, તંત્ર સાથે યોજી બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે ત્યારે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છ પહોંચ્યા છે ભુજ ખાતે શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને બેઠક યોજી માહિતી મેળવી હતી..જેમાં બે તાલુકામાં જોવા મળેલા શંકાસ્પદ તાવના કેસોને વિષે વિગતો મેળવી સમીક્ષા કરી હતી.

આરોગ્યમંત્રી પહોંચ્યા કચ્છમાં

રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કચ્છના લખપત અને અબડાસા તાલુકાના શંકાસ્પદ તાવના કેસની ઊભી થયેલી સ્થિતિ લઈને ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.અસરગ્રસ્ત તાલુકામાં તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક સેમ્પલ લઈને દર્દીને નજીકની મેડિકલ ફેસિલિટિઝમાં દાખલ કરવા સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરી નાગરિકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.


રાજકોટથી પણ એક ટીમ ગઈ છે કચ્છમાં

તાવ, શરદી, ઉધરસ, સ્નાયુઓમાં દુઃખાવો કે શરીરમાં નબળાઈ જણાઈ તો નજીકના સરકારી સુવિધાઓનો સંપર્ક કરીને સારવાર લેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.અબડાસા અને લખપત તાલુકામાં 16 જેટલા દર્દીઓના મોત થયા છે.ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.તેમજ ડોકટરો તેમજ સ્ટાફને જરૂરી સૂચના પણ આપવામાં આવી છે.કે ભેદી બિમારીને લઈ રાજકોટથી નિષ્ણાંત તબીબોની ટીમ ગામમાં ગઈ છે અને સર્વે કરી રહી છે.સરકાર આ બાબતે કાર્યવાહી પણ કરી રહી છે.ગામમાં અન્ય કારણોસર પણ મોત થયા હોવાની વાત સામે આવી છે,તો એક વાત એ પણ છે કે,તબીબોની સંખ્યા ઓછી છે પણ બોન્ડેડ તબીબો ઉપલબ્ધ છે અને સારવાર ચાલી રહી છે અન્ય સરકારી તબીબો GPSC પાસેથી પણ ઉપલબ્ધ થશે,તો કોંગ્રેસને આડે હાથ લેતા મંત્રીએ કહ્યું કે,કોંગ્રેસ માત્ર હોબાળા કરવાનું કામ કરે છે અને માત્ર મુદ્દાઓ બનાવવાનું કામ કરે છે.