Khyati Hospital : "મારો કાપો પણ રૂપિયા લાવો"ના ધ્યેય સાથે કૌંભાડ ચલાવતા
ખ્યાતિકાંડના આરોપીઓએ હદ વટાવી દીધી છે,ખ્યાતિકાંડમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે,જેમાં આરોપીઓ સામે થયેલી ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે,જેમાં ‘મારો કાપો પણ રૂપિયા લાવો’ના ધ્યેય સાથે હોસ્પિટલ ચાલતી હોવાની વાત સામે આવી છે.PMJAYમાં પૈસા પડાવવા દર્દીઓને મોતના મુખમાં આ જ કારણોસર ધકેલાયા હોવાની વાત સામે આવી છે. દર 2 મહિને ધંધો વધારવા માટે કરતા કાળી કમાણી આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો દર્દીઓ વધારવા માટે ટાર્ગેટ આપવામાં આવતો હતો અને એન્જીયોગ્રાફી બાદ દર્દીઓનું નિરીક્ષણ પણ રામ ભરોસે થતું હતુ અને ઓપરેશન બાદ દર્દીઓની તકેદારી પણ રખાતી ન હતી સાથે સાથે સંજય પટોડિયા મહિનામાં બે વખત કરતો હતો મિટિંગ અને પટોડિયા માર્કેટિંગ સહિત તબીબો સાથે કરતો હતો મિટિંગ તો ચિરાગ રાજપૂત 2 છોકરીના નામે 2 લાખ પગાર ચૂકવતો હતો અને નાણાંકીય વ્યવહાર બતાવવા 2 લાખ પગાર ચૂકવાતો હતો અને રાજશ્રી કોઠારી વધુ દર્દી લાવવા માર્કેટિંગ ટીમને કરતી હતી દબાણ.હોસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો હતો કાર્તિક પટેલે કહ્યુ કે,હોસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો કરવામાં આવતો હતો હું લાંબો સમય જેલમાં રહેવાની તૈયારી સાથે જ પરત ફર્યો છું,ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલ 51%નો ભાગીદાર છું અને કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલશે તે સ્વીકારી હાજર થયો છે. 18 કંપનીના વ્યવહારો અંગે ED તપાસ હોવાની કબૂલાત ખ્યાતિ કાંડને લઈ મુખ્ય આરોપી કાર્તિક પટેલે કહ્યું કે,કાર્તિક પટેલ વિરુદ્ધ કુલ 7 ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે અને દર્દીઓના મૃત્યુમાં મામલે વસ્ત્રાપુરમાં 3 ફરિયાદ નોંધાઈ છે જેમાં PMJAYના કાર્ડ બનાવવા અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે અને કાર્તિકના ઘરમાંથી મળી આવેલા દારૂ અંગે ફરિયાદ નોંધાઈ છે,EDએ કાર્તિક પટેલ વિરુદ્ધ નોંધી હતી ફરિયાદ અને મુંબઈમાં જમીન દલાલ સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ છે,પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ હાલમાં ચાલુ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે નિવેદન આપતા કહ્યું કે કાર્તિક પટેલના માર્ગદર્શનમાં ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી થતી હતી. આ હોસ્પિટલમાં 3800થી વધુ દર્દીઓએ PMJAY હેઠળ સારવાર મેળવી છે. હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ પણ હાલમાં ચાલુ છે. કાર્તિક પટેલે વીડિયો કેસેટ વેચવાથી કારકીર્દી શરૂ કરી હતી. હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને કાર્તિક પટેલના રિમાન્ડ માગવામાં આવશે અને તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવશે.
![Khyati Hospital : "મારો કાપો પણ રૂપિયા લાવો"ના ધ્યેય સાથે કૌંભાડ ચલાવતા](https://epapercdn.sandesh.com/images/2025/02/09/vXa7Jlj97ybvK7JJtaqOXqJFIfqWOwNa7jiROd0l.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખ્યાતિકાંડના આરોપીઓએ હદ વટાવી દીધી છે,ખ્યાતિકાંડમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે,જેમાં આરોપીઓ સામે થયેલી ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે,જેમાં ‘મારો કાપો પણ રૂપિયા લાવો’ના ધ્યેય સાથે હોસ્પિટલ ચાલતી હોવાની વાત સામે આવી છે.PMJAYમાં પૈસા પડાવવા દર્દીઓને મોતના મુખમાં આ જ કારણોસર ધકેલાયા હોવાની વાત સામે આવી છે.
દર 2 મહિને ધંધો વધારવા માટે કરતા કાળી કમાણી
આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો દર્દીઓ વધારવા માટે ટાર્ગેટ આપવામાં આવતો હતો અને એન્જીયોગ્રાફી બાદ દર્દીઓનું નિરીક્ષણ પણ રામ ભરોસે થતું હતુ અને ઓપરેશન બાદ દર્દીઓની તકેદારી પણ રખાતી ન હતી સાથે સાથે સંજય પટોડિયા મહિનામાં બે વખત કરતો હતો મિટિંગ અને પટોડિયા માર્કેટિંગ સહિત તબીબો સાથે કરતો હતો મિટિંગ તો ચિરાગ રાજપૂત 2 છોકરીના નામે 2 લાખ પગાર ચૂકવતો હતો અને નાણાંકીય વ્યવહાર બતાવવા 2 લાખ પગાર ચૂકવાતો હતો અને રાજશ્રી કોઠારી વધુ દર્દી લાવવા માર્કેટિંગ ટીમને કરતી હતી દબાણ.
હોસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો હતો
કાર્તિક પટેલે કહ્યુ કે,હોસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો કરવામાં આવતો હતો હું લાંબો સમય જેલમાં રહેવાની તૈયારી સાથે જ પરત ફર્યો છું,ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલ 51%નો ભાગીદાર છું અને કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલશે તે સ્વીકારી હાજર થયો છે.
18 કંપનીના વ્યવહારો અંગે ED તપાસ હોવાની કબૂલાત
ખ્યાતિ કાંડને લઈ મુખ્ય આરોપી કાર્તિક પટેલે કહ્યું કે,કાર્તિક પટેલ વિરુદ્ધ કુલ 7 ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે અને દર્દીઓના મૃત્યુમાં મામલે વસ્ત્રાપુરમાં 3 ફરિયાદ નોંધાઈ છે જેમાં PMJAYના કાર્ડ બનાવવા અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે અને કાર્તિકના ઘરમાંથી મળી આવેલા દારૂ અંગે ફરિયાદ નોંધાઈ છે,EDએ કાર્તિક પટેલ વિરુદ્ધ નોંધી હતી ફરિયાદ અને મુંબઈમાં જમીન દલાલ સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ છે,પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.
હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ હાલમાં ચાલુ
ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે નિવેદન આપતા કહ્યું કે કાર્તિક પટેલના માર્ગદર્શનમાં ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી થતી હતી. આ હોસ્પિટલમાં 3800થી વધુ દર્દીઓએ PMJAY હેઠળ સારવાર મેળવી છે. હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ પણ હાલમાં ચાલુ છે. કાર્તિક પટેલે વીડિયો કેસેટ વેચવાથી કારકીર્દી શરૂ કરી હતી. હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને કાર્તિક પટેલના રિમાન્ડ માગવામાં આવશે અને તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવશે.