Khyati Hospitalના ડાયરેકટર કાર્તિક પટેલના 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ થયા મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખ્યાતિકાંડમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કાર્તિક પટેલના 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે,ક્રાઇમ બ્રાન્ચે કાર્તિકના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા તો સરકારી વકીલની ગ્રામ્ય કોર્ટમાં ધારદાર દલીલ રહી હતી.પોલીસે હજી પણ 10 દિવસ સુધી આરોપી કાર્તિક પટેલની પૂછપરછ કરશે અને ફરીથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીને રજૂ કરશે
10 નવેમ્બર 2024માં ફ્રી મેડિકલ કેમ્પ યોજ્યો હતો : સરકારી વકીલ
સરકારી વકીલે કહ્યું કે,ઓપરેશન કરવા પડશે તેવું કહી 19 દર્દીઓની સર્જરી કરી હતી અને તપાસમાં મોટા ભાગના દર્દીઓને સામાન્ય બીમારી હતી,લોકોને ડરાવીને સર્જરી કરી હતી તે કેસનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે અને આ કેસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ થઈ છે.એન્જીયોપ્લાસ્ટીની જરૂર ન હોય તો પણ ઓપરેશન કરીને લોકોના જીવ જોખમમાં મૂકયા છે જેમાં ઘણા દર્દીઓના મોત પણ થયા છે,હોસ્પિટલના ડોકટરો 80 તકા તકલીફ હોવાનું કહી PMJAY કાર્ડનો લાભ લેતા હતા અને રૂપિયા ખંખેરતા હતા.
3500 જેટલા PMJAY હેઠળ ક્લેઇમ કર્યા : સરકારી વકીલ
સરકારી વકીલે કહ્યું કે,અત્યાર સુધીમાં 3500 જેટલા ઓપરેશન કર્યા છે અને તેમાંથી કુલ 112 દર્દીઓ મોતને ભેટયા છે,આર્થિક લાભ લેવા માટે ખ્યાતિમાં 51 ટકા ભાગ કાર્તિક પટેલનો છે,તબીબોને કમિશન આપીને કૌભાંડ કરતા તેની તપાસ જરૂરી છે સાથે સાથે સરકારી અધિકારીઓની સંડોવણી વિશે તપાસ જરૂરી છે.PMJAY કાર્ડ ખોટી રીતે બનાવ્યા તેની તપાસ જરૂરી છે અને પૈસાનું રોકાણ કયા કર્યું છે તેની તપાસ કરવી જરૂરી,આ કેસમાં ચિરાગ, રાહુલ, સંજય, રાજશ્રીને સામે બેસાડીને તપાસ કરવી જરૂરી છે.
કાર્તિક પટેલ મિટિંગ કરતા, તેની મિનિટ બુક મેળવવાની છે : સરકારી વકીલ
સરકારી વકીલે કહ્યું કે,કાર્તિક પટેલ મિટિંગ કરતા અને આગળ બધાને માર્ગદર્શન પણ આપતા હતા,કાર્તિક પટેલ મુખ્ય આરોપી છે તેની પૂછપરછ જરૂરી છે સાથે સાથે આ ઘટના બની ત્યારબાદ તેઓ વિદેશમાં જતા રહ્યાં હતા, મોબાઇલ ખોવાયો હોવાનું બહાનું કાર્તિક પટેલ કાઢી રહ્યા છે અને તે મોબાઇલની તપાસ કરવી જરૂરી છે.
What's Your Reaction?






