Khedaના માતરનું સંધાણ ગામ બેટમાં ફેરવાયું, સ્થાનિકોએ મદદ માટે લગાવી ગુહાર

ગામમાં પાણી ઘુસી જતાં કેટલાક લોકોનું સ્થળાંતર કરાયું તળાવ ફાટતા ગામમાં પાણી ઘુસ્યા ઢીંચણ સમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત ખેડાના માતરનું સંધાણ ગામ પાણીના કારણે બેટમાં ફેરવાયું છે.સંધાણા ગામમાં તમામ રોડ અને વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.તમામ રોડ પર ઢીંચણ સમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.તળાવમાં શેઢી નદીનુ પાણી આવી જતા તળાવ ફાટતા પાણી ગામમાં ઘુસી ગયું છે,તો તંત્ર દ્રારા લોકોનું રેસ્કયૂ કરીને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. પાણી ઓસરવાનું નથી લેતું નામ ઉપરવારસમાં ભારે વરસાદ વરસતા ગામમાં તો વરસાદી પાણી ભરાયેલા છે સાથે સાથે તળાવમાં પાણી ભરાતા તળાવ પણ ફાટયું હતુ,ત્યારે ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,લોકોને બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે,તો જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મળી નથી રહી તેવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવી રહ્યો છે.ખેડા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,ત્યારે વરસતા વરસાદે ગ્રામજનોની ચિંતામાં વધારો કર્યો છે. રવિવારથી વરસાદ અવિરત ખેડામાં રવિવારથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આણંદ, ઉમરેઠમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીં એવા પણ વિસ્તારો છે જ્યાં વરસાદ નથી પરંતુ પાંચ-પાંચ દિવસથી પાણી ભરાયું છે. ખેડાથી મઘરોલ સાયલા રોડ પર છેલ્લા પાંચ દિવસથી કમરથી ઉપરનાં પાણી ભરાયા છે. જેના કારણે અહીં રહેતા રહેવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ વિસ્તારોનાં ઘરો પણ જળમગ્ન થઈ ગયા છે. અહીંના લોકોનો આક્રોશ છે કે,અહીં તંત્રના કોઈ અધિકારીઓ જોવા પણ નથી આવ્યા. અમે જાતે જ સ્થળાંતર કરી રહ્યા છીએ. ઓગસ્ટના અંતમાં વરસાદનું જોર ઘટશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મૂજબ વાત કરીએ તો,30 ઓગસ્ટ આસપાસ વરસાદી જોર ઘટવાની શકયતા છે.સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે.5 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,15 સપ્ટેમ્બર સુધી ગુજરાતના સમગ્ર ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

Khedaના માતરનું સંધાણ ગામ બેટમાં ફેરવાયું, સ્થાનિકોએ મદદ માટે લગાવી ગુહાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગામમાં પાણી ઘુસી જતાં કેટલાક લોકોનું સ્થળાંતર કરાયું
  • તળાવ ફાટતા ગામમાં પાણી ઘુસ્યા
  • ઢીંચણ સમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત

ખેડાના માતરનું સંધાણ ગામ પાણીના કારણે બેટમાં ફેરવાયું છે.સંધાણા ગામમાં તમામ રોડ અને વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.તમામ રોડ પર ઢીંચણ સમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.તળાવમાં શેઢી નદીનુ પાણી આવી જતા તળાવ ફાટતા પાણી ગામમાં ઘુસી ગયું છે,તો તંત્ર દ્રારા લોકોનું રેસ્કયૂ કરીને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

પાણી ઓસરવાનું નથી લેતું નામ

ઉપરવારસમાં ભારે વરસાદ વરસતા ગામમાં તો વરસાદી પાણી ભરાયેલા છે સાથે સાથે તળાવમાં પાણી ભરાતા તળાવ પણ ફાટયું હતુ,ત્યારે ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,લોકોને બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે,તો જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મળી નથી રહી તેવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવી રહ્યો છે.ખેડા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,ત્યારે વરસતા વરસાદે ગ્રામજનોની ચિંતામાં વધારો કર્યો છે.


રવિવારથી વરસાદ અવિરત

ખેડામાં રવિવારથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આણંદ, ઉમરેઠમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીં એવા પણ વિસ્તારો છે જ્યાં વરસાદ નથી પરંતુ પાંચ-પાંચ દિવસથી પાણી ભરાયું છે. ખેડાથી મઘરોલ સાયલા રોડ પર છેલ્લા પાંચ દિવસથી કમરથી ઉપરનાં પાણી ભરાયા છે. જેના કારણે અહીં રહેતા રહેવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ વિસ્તારોનાં ઘરો પણ જળમગ્ન થઈ ગયા છે. અહીંના લોકોનો આક્રોશ છે કે,અહીં તંત્રના કોઈ અધિકારીઓ જોવા પણ નથી આવ્યા. અમે જાતે જ સ્થળાંતર કરી રહ્યા છીએ.

ઓગસ્ટના અંતમાં વરસાદનું જોર ઘટશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મૂજબ વાત કરીએ તો,30 ઓગસ્ટ આસપાસ વરસાદી જોર ઘટવાની શકયતા છે.સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે.5 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,15 સપ્ટેમ્બર સુધી ગુજરાતના સમગ્ર ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.