Khedaના મહેમદાવાદમાં ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો ઉમટયા, જુઓ Video
ખેડાના મહેમદાવાદમાં ગેંગસ્ટર લોરેન્સ બિસ્નાઈના પોસ્ટર સાથે સમર્થકો ઉમટી આવ્યા છે,કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા છે અને જીતના ઉમેદવારને વધાવી લીધા છે,મહેમદાવાદની સોનાવાલા હાઈસ્કૂલમાં આ ઘટના બની હતી તો,મહેમદાવાદના ચૂંટણીના પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી છે,ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા છે. ખેડાની છ પાલિકા છે ખેડા જિલ્લાની છ પાલિકા તથા ત્રણ તાલુકા પંચાયતની ૧૭૫ બેઠકોની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે મતગણતરી હાથધરાઈ છે. જિલ્લામાં ૩,૧૪,૩૯૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને ૪૯૮ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ કર્યાં હતાં. બપોર સુધીમાં પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે ત્યારે ૧૭૫ બેઠકો પર કોણે બાજી મારી તેની સ્થિતિ સ્પષ્ટ થશે. ખેડામાં પાલિકાની 121 બેઠકો ખેડા જિલ્લાની ડાકોર, ખેડા, ચકલાસી, મહેમદાવાદ અને મહુધા નગરપાલિકાની ૧૨૧ બેઠકો, કપડવંજ પાલિકાના વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૬ની કુલ બે બેઠકો, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ૫૦ બેઠકો તથા મહેમદાવાદ તાલુકા પંચાયતની હલધરવાસ અને મોદજ બેઠક મળી કુલ ૧૭૫ બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડાના મહેમદાવાદમાં ગેંગસ્ટર લોરેન્સ બિસ્નાઈના પોસ્ટર સાથે સમર્થકો ઉમટી આવ્યા છે,કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા છે અને જીતના ઉમેદવારને વધાવી લીધા છે,મહેમદાવાદની સોનાવાલા હાઈસ્કૂલમાં આ ઘટના બની હતી તો,મહેમદાવાદના ચૂંટણીના પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી છે,ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા છે.
ખેડાની છ પાલિકા છે
ખેડા જિલ્લાની છ પાલિકા તથા ત્રણ તાલુકા પંચાયતની ૧૭૫ બેઠકોની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે મતગણતરી હાથધરાઈ છે. જિલ્લામાં ૩,૧૪,૩૯૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને ૪૯૮ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ કર્યાં હતાં. બપોર સુધીમાં પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે ત્યારે ૧૭૫ બેઠકો પર કોણે બાજી મારી તેની સ્થિતિ સ્પષ્ટ થશે.
ખેડામાં પાલિકાની 121 બેઠકો
ખેડા જિલ્લાની ડાકોર, ખેડા, ચકલાસી, મહેમદાવાદ અને મહુધા નગરપાલિકાની ૧૨૧ બેઠકો, કપડવંજ પાલિકાના વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૬ની કુલ બે બેઠકો, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ૫૦ બેઠકો તથા મહેમદાવાદ તાલુકા પંચાયતની હલધરવાસ અને મોદજ બેઠક મળી કુલ ૧૭૫ બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું.