Kheda: સાબરમતીના દુષિત પાણીથી ખેડૂતો પરેશાન, વર્ષોથી ખેડૂતોની સમસ્યા ઉકેલવા માગ
કાળા પાણીની સજાએ અંગ્રેજોના શાસનમાં ક્રાંતિકારીઓને આપવામાં આવતી હતી પણ તેવો જ ઘાટ હાલ ખેડા જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે. હા તમે સાચું વાંચી રહ્યા છો. ખેડા જિલ્લાના ખેડા તાલુકામાં આવેલું નવાગામ ભેરઈ અને તેના આસપાસના વિસ્તારના ખેડૂતો હાલ પણ કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો.ખારીકટ કેનાલનું પાણી આ વિસ્તારમાં બંધ થાય તે માટે તમામ ગામના લોકોએ મહા આંદોલન કર્યું હતું ખેડા જિલ્લાના ખેડા તાલુકામાં આવેલું નવાગામ ભેરઈ કે જે કલમબંધી વિસ્તારના નામથી પણ પ્રચલિત છે. જેમાં 10 ગામોનો સમાવેશ થાય છે. ત્યારે જો કલમબંધી શબ્દના ઉદ્ભવની વાત કરીએ તો જે તે સમયે દાયકાઓ પહેલા કાળા પાણીની સજામાંથી મુક્તિ મેળવવા માટે એટલે કે ખારીકટ કેનાલનું પાણી આ વિસ્તારમાં બંધ થાય તે માટે તમામ ગામના લોકોએ મહા આંદોલન કર્યું હતું, જે અંતર્ગત ખારીકટ કેનાલનું પાણી બંધ કરવા માટે કલમોથી સહી કરવામાં આવી હતી, ત્યારબાદથી આ વિસ્તારનું નામ કલમબંધી કહેવાય છે. નામ એનું એજ અને સમસ્યા પણ એની એજ યથાવત રહી. કેમિકલ યુક્ત પાણીની દુર્ગંધથી અનેક સમસ્યા આ કેનાલમાં સિંચાઈનું શુદ્ધ પાણી આપવાની જગ્યાએ અમદાવાદ વટવા જીઆઈડીસી તેમજ મુઠીયા ગામથી એસિડ વાળું અને કેમિકલ યુક્ત પાણી આ કેનાલમાં છોડવામાં આવવાને કારણે આસપાસના ગામડાઓની જમીન બંજર બની ગઈ છે, સાથે સાથે ખેતી પાક ઝેર યુક્ત ઉગી રહ્યો છે અને ખૂબ જ નબળી ગુણવત્તાનો તેમજ ઓછા જથ્થામાં ખેડૂતોને પાક મળી રહ્યો છે, આસપાસની જમીનોમાં તળાવ કે બોર ખોદવામાં આવે ત્યારે ભૂગર્ભમાં જળ પણ દુષિત થઈ ગયું છે અને ભૂગર્ભમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે, આ ઉપરાંત કેમિકલ યુક્ત પાણીની દુર્ગંધથી હવામાન પ્રદૂષણને કારણે આસપાસના લોકોને અનેક શારીરિક સમસ્યાઓ થઈ રહી છે. જેમાં અનેક બીમારીઓનું ભોગ લોકો બની રહ્યા છે. સરકાર શું સાબિત કરવા માગે છે? આ તમામ સમસ્યાનો વર્ષોથી સામનો કરી રહેલા ગ્રામજનો અનેકવાર સ્થાનિક નેતાઓ, ધારાસભ્યો, સાંસદોને રજૂઆતો કરી ચૂક્યા છે પણ આ સમસ્યાનું નિરાકરણ આજ દિન સુધી કોઈ જ લાવી શક્યું નથી. ત્યારે કૃષિ મેળાઓ યોજીને કરોડોનો ધુમાડો કરતી સરકાર એક બાજુ ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના નાટક કરી રહી છે તો બીજી તરફ ખેડૂતોની આ સમસ્યાને તેઓ નજર અંદાજ કરીને શું સાબિત કરવા માગે છે તે સમજાતુ નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કાળા પાણીની સજાએ અંગ્રેજોના શાસનમાં ક્રાંતિકારીઓને આપવામાં આવતી હતી પણ તેવો જ ઘાટ હાલ ખેડા જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે. હા તમે સાચું વાંચી રહ્યા છો. ખેડા જિલ્લાના ખેડા તાલુકામાં આવેલું નવાગામ ભેરઈ અને તેના આસપાસના વિસ્તારના ખેડૂતો હાલ પણ કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો.
ખારીકટ કેનાલનું પાણી આ વિસ્તારમાં બંધ થાય તે માટે તમામ ગામના લોકોએ મહા આંદોલન કર્યું હતું
ખેડા જિલ્લાના ખેડા તાલુકામાં આવેલું નવાગામ ભેરઈ કે જે કલમબંધી વિસ્તારના નામથી પણ પ્રચલિત છે. જેમાં 10 ગામોનો સમાવેશ થાય છે. ત્યારે જો કલમબંધી શબ્દના ઉદ્ભવની વાત કરીએ તો જે તે સમયે દાયકાઓ પહેલા કાળા પાણીની સજામાંથી મુક્તિ મેળવવા માટે એટલે કે ખારીકટ કેનાલનું પાણી આ વિસ્તારમાં બંધ થાય તે માટે તમામ ગામના લોકોએ મહા આંદોલન કર્યું હતું, જે અંતર્ગત ખારીકટ કેનાલનું પાણી બંધ કરવા માટે કલમોથી સહી કરવામાં આવી હતી, ત્યારબાદથી આ વિસ્તારનું નામ કલમબંધી કહેવાય છે. નામ એનું એજ અને સમસ્યા પણ એની એજ યથાવત રહી.
કેમિકલ યુક્ત પાણીની દુર્ગંધથી અનેક સમસ્યા
આ કેનાલમાં સિંચાઈનું શુદ્ધ પાણી આપવાની જગ્યાએ અમદાવાદ વટવા જીઆઈડીસી તેમજ મુઠીયા ગામથી એસિડ વાળું અને કેમિકલ યુક્ત પાણી આ કેનાલમાં છોડવામાં આવવાને કારણે આસપાસના ગામડાઓની જમીન બંજર બની ગઈ છે, સાથે સાથે ખેતી પાક ઝેર યુક્ત ઉગી રહ્યો છે અને ખૂબ જ નબળી ગુણવત્તાનો તેમજ ઓછા જથ્થામાં ખેડૂતોને પાક મળી રહ્યો છે, આસપાસની જમીનોમાં તળાવ કે બોર ખોદવામાં આવે ત્યારે ભૂગર્ભમાં જળ પણ દુષિત થઈ ગયું છે અને ભૂગર્ભમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે, આ ઉપરાંત કેમિકલ યુક્ત પાણીની દુર્ગંધથી હવામાન પ્રદૂષણને કારણે આસપાસના લોકોને અનેક શારીરિક સમસ્યાઓ થઈ રહી છે. જેમાં અનેક બીમારીઓનું ભોગ લોકો બની રહ્યા છે.
સરકાર શું સાબિત કરવા માગે છે?
આ તમામ સમસ્યાનો વર્ષોથી સામનો કરી રહેલા ગ્રામજનો અનેકવાર સ્થાનિક નેતાઓ, ધારાસભ્યો, સાંસદોને રજૂઆતો કરી ચૂક્યા છે પણ આ સમસ્યાનું નિરાકરણ આજ દિન સુધી કોઈ જ લાવી શક્યું નથી. ત્યારે કૃષિ મેળાઓ યોજીને કરોડોનો ધુમાડો કરતી સરકાર એક બાજુ ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના નાટક કરી રહી છે તો બીજી તરફ ખેડૂતોની આ સમસ્યાને તેઓ નજર અંદાજ કરીને શું સાબિત કરવા માગે છે તે સમજાતુ નથી.