Kheda: વણાકબોરી ડેમ 100 ટકા ભરાયો, બે દરવાજા ખોલાયા

વણાકબોરી ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતો ખુશખુશાલડેમમાંથી 3500 ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડાયું કડાણા ડેમમાંથી પાણી છોડાતા વણાકબોરી ડેમ ભરાયો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યા બાદ પાણીની આવક મોટા પ્રમાણમાં થઈ છે. રાજ્યના અનેક ડેમ પાણીથી છલકાય ગયા છે અને ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યનો વધુ એક ડેમ 100 ટકા ભરાયો છે. વણાકબોરી ડેમ 100 ટકા ભરાતા બે દરવાજા ખોલવામાં આવ્યા ખેડાના ઠાસરામાં આવેલો વણાકબોરી ડેમ 100 ટકા ભરાયો છે. ત્યારે ડેમ 100 ટકા ભરાતા વણાકબોરી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને 3500 ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડાયું છે અને આસપાસના ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કડાણા ડેમમાંથી 5500 ક્યુસેક પાણી છોડાયું હોવાના કારણે વણાકબોરી ડેમ ભરાઈ ગયો હતો. વણાકબોરી ડેમની સપાટી 220 ફૂટ છે. 2000 ક્યુસેક પાણી મહીસાગર કેનાલમાં છોડવામાં આવ્યું તમને જણાવી દઈએ કે નવા નીરની આવક થવાના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ડેમમાંથી 3500 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી છે, ત્યારે 2000 ક્યુસેક પાણી મહીસાગર કેનાલમાં છોડવામાં આવ્યું છે. હાલમાં વણાકબોરી ડેમની સપાટી 220 ફૂટ છે, પરંતુ વધુ પાણીનો સંગ્રહ કરવા દીવાલ ઉપર પ્લાસ્ટિકની બેગો મૂકી બે ફૂટ જેટલી સપાટી વધારવામાં આવી છે. ભારે વરસાદથી રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં ભાર વરસાદના કારણે 53 જેટલા ડેમ હાઈ એલર્ટ પર છે. અત્યાર સુધી રાજ્યમાં 47 ડેમ 100 ટકા ભરાયા છે. ત્યારે 10 ડેમ એલર્ટ અને 12 ડેમ વોર્નિંગ પર મુકાયા છે. જ્યારે 63 ડેમમાં હજુ 25% કરતા ઓછું પાણી જોવા મળ્યુ છે. રાજ્યમાં ગઈકાલ સોમવારે મેઘરાજા મહેરબાન થયા છે અને 200થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે નવા નીરની આવક પણ મોટા પ્રમાણમાં રાજ્યમાં નોંધાઈ છે, જેના કારણે આ વર્ષે રાજ્યમાં પાણીની કોઈ પણ પ્રકારની તકલીફ લોકોને પડશે નહીં. હાલમાં રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન,શિયરઝોન સક્રિય થયુ છે. તેથી ઑફશૉર ટ્રફ સક્રિય થતા રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Kheda: વણાકબોરી ડેમ 100 ટકા ભરાયો, બે દરવાજા ખોલાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વણાકબોરી ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતો ખુશખુશાલ
  • ડેમમાંથી 3500 ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડાયું
  • કડાણા ડેમમાંથી પાણી છોડાતા વણાકબોરી ડેમ ભરાયો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યા બાદ પાણીની આવક મોટા પ્રમાણમાં થઈ છે. રાજ્યના અનેક ડેમ પાણીથી છલકાય ગયા છે અને ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યનો વધુ એક ડેમ 100 ટકા ભરાયો છે.

વણાકબોરી ડેમ 100 ટકા ભરાતા બે દરવાજા ખોલવામાં આવ્યા

ખેડાના ઠાસરામાં આવેલો વણાકબોરી ડેમ 100 ટકા ભરાયો છે. ત્યારે ડેમ 100 ટકા ભરાતા વણાકબોરી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને 3500 ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડાયું છે અને આસપાસના ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કડાણા ડેમમાંથી 5500 ક્યુસેક પાણી છોડાયું હોવાના કારણે વણાકબોરી ડેમ ભરાઈ ગયો હતો. વણાકબોરી ડેમની સપાટી 220 ફૂટ છે.

2000 ક્યુસેક પાણી મહીસાગર કેનાલમાં છોડવામાં આવ્યું

તમને જણાવી દઈએ કે નવા નીરની આવક થવાના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ડેમમાંથી 3500 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી છે, ત્યારે 2000 ક્યુસેક પાણી મહીસાગર કેનાલમાં છોડવામાં આવ્યું છે. હાલમાં વણાકબોરી ડેમની સપાટી 220 ફૂટ છે, પરંતુ વધુ પાણીનો સંગ્રહ કરવા દીવાલ ઉપર પ્લાસ્ટિકની બેગો મૂકી બે ફૂટ જેટલી સપાટી વધારવામાં આવી છે.

ભારે વરસાદથી રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ

ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં ભાર વરસાદના કારણે 53 જેટલા ડેમ હાઈ એલર્ટ પર છે. અત્યાર સુધી રાજ્યમાં 47 ડેમ 100 ટકા ભરાયા છે. ત્યારે 10 ડેમ એલર્ટ અને 12 ડેમ વોર્નિંગ પર મુકાયા છે. જ્યારે 63 ડેમમાં હજુ 25% કરતા ઓછું પાણી જોવા મળ્યુ છે. રાજ્યમાં ગઈકાલ સોમવારે મેઘરાજા મહેરબાન થયા છે અને 200થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે નવા નીરની આવક પણ મોટા પ્રમાણમાં રાજ્યમાં નોંધાઈ છે, જેના કારણે આ વર્ષે રાજ્યમાં પાણીની કોઈ પણ પ્રકારની તકલીફ લોકોને પડશે નહીં. હાલમાં રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન,શિયરઝોન સક્રિય થયુ છે. તેથી ઑફશૉર ટ્રફ સક્રિય થતા રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.