Gandhinagar :વિદ્યાર્થિનીઓને એકાંતમાં ન રહેવાની GMERS મેડિકલ કોલેજની 'સુફિયાણી સલાહ'થી વિવાદ

મેડિકલ કોલેજ સુરક્ષાની જવાબદારીમાંથી છટકી ન શકે : વિદ્યાર્થીઓમાં રોષસિવિલ કેમ્પસમાં આખી રાત બેસી રહેતાં લોકોને બંધ કરાવવા ઉગ્ર માગણી પરિપત્રમાં મહિલા ડોક્ટરોને પોતાની સુરક્ષા અને સ્વરક્ષા માટે સચેત રહેવા માટે જણાવાયું કોલકાતાની ઘટના બાદ GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર દ્વારા એક પરિપત્ર કરાયો હતો. 12 ઓગસ્ટે થયેલા પરિપત્રમાં મેડિકલ કોલેજની અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ તથા વિવિધ વિભાગોમાં જુનિયર-સિનિયર રેસિડેન્ટ મહિલા ડોક્ટરોને પોતાની સુરક્ષા અને સ્વરક્ષા માટે સચેત રહેવા માટે જણાવાયું છે. વિદ્યાર્થિનીઓ તથા મહિલા રેસિડેન્ટ ડોક્ટરોને એકાંતમાં ન રહેતાં અન્ય પરિચિત મહિલા સાથે રહેવું અને ફરજ દરમિયાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા જરૂરી છે. રાત્રીના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું અને જરૂરી હોય તો અન્ય એક-બે પરિચિત વ્યક્તિ સાથે જવાનું રાખવું. હોસ્ટેલ કે કોલેજ તથા હોસ્પિટલમાં કોઈ અપરિચિત વ્યક્તિની શંકાસ્પદ અવર-જવર જણાય તો સાવચેત રહી તાત્કાલિક સક્ષમ ઉપરી અધિકારી કે નજીકની વ્યક્તિ અથવા તો મહિલા હેલ્પલાઇન પર જાણ કરવી. સમગ્ર પરિપત્રને લઈને કોલેજના વિદ્યાર્થીઓ આંતરિક રોષની લાગણી છે. પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે, મેડિકલ કોલેજ દ્વારા સુરક્ષાની જવાબદારીમાં છટકીને યુવતીઓને પોતે જ પોતાની સુરક્ષા લેવા માટે કહીં દેવાયું છે. ખરેખર તો મેડિકલ કોલેજ, હોસ્ટેલ કે સિવિલમાં એવી જડબેસલાક સુરક્ષા ઉભી કરવી જોઈએ કે સત્તાધિશોને આ પ્રકારની સુફિયાણી સલાહો આપવાની જરૂર જ ન પડે.

Gandhinagar :વિદ્યાર્થિનીઓને એકાંતમાં ન રહેવાની GMERS મેડિકલ કોલેજની 'સુફિયાણી સલાહ'થી વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેડિકલ કોલેજ સુરક્ષાની જવાબદારીમાંથી છટકી ન શકે : વિદ્યાર્થીઓમાં રોષ
  • સિવિલ કેમ્પસમાં આખી રાત બેસી રહેતાં લોકોને બંધ કરાવવા ઉગ્ર માગણી
  • પરિપત્રમાં મહિલા ડોક્ટરોને પોતાની સુરક્ષા અને સ્વરક્ષા માટે સચેત રહેવા માટે જણાવાયું

કોલકાતાની ઘટના બાદ GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર દ્વારા એક પરિપત્ર કરાયો હતો. 12 ઓગસ્ટે થયેલા પરિપત્રમાં મેડિકલ કોલેજની અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ તથા વિવિધ વિભાગોમાં જુનિયર-સિનિયર રેસિડેન્ટ મહિલા ડોક્ટરોને પોતાની સુરક્ષા અને સ્વરક્ષા માટે સચેત રહેવા માટે જણાવાયું છે.

વિદ્યાર્થિનીઓ તથા મહિલા રેસિડેન્ટ ડોક્ટરોને એકાંતમાં ન રહેતાં અન્ય પરિચિત મહિલા સાથે રહેવું અને ફરજ દરમિયાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા જરૂરી છે. રાત્રીના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું અને જરૂરી હોય તો અન્ય એક-બે પરિચિત વ્યક્તિ સાથે જવાનું રાખવું. હોસ્ટેલ કે કોલેજ તથા હોસ્પિટલમાં કોઈ અપરિચિત વ્યક્તિની શંકાસ્પદ અવર-જવર જણાય તો સાવચેત રહી તાત્કાલિક સક્ષમ ઉપરી અધિકારી કે નજીકની વ્યક્તિ અથવા તો મહિલા હેલ્પલાઇન પર જાણ કરવી. સમગ્ર પરિપત્રને લઈને કોલેજના વિદ્યાર્થીઓ આંતરિક રોષની લાગણી છે. પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે, મેડિકલ કોલેજ દ્વારા સુરક્ષાની જવાબદારીમાં છટકીને યુવતીઓને પોતે જ પોતાની સુરક્ષા લેવા માટે કહીં દેવાયું છે. ખરેખર તો મેડિકલ કોલેજ, હોસ્ટેલ કે સિવિલમાં એવી જડબેસલાક સુરક્ષા ઉભી કરવી જોઈએ કે સત્તાધિશોને આ પ્રકારની સુફિયાણી સલાહો આપવાની જરૂર જ ન પડે.