Kheda: પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 33 હોદ્દેદારોને ભાજપે કર્યા સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા લોકો સામે ભારતીય જનતા પાર્ટી મોટા પગલા ભરી રહી છે અને વધુ એક વાર પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા લોકોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ખેડા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલા લેવામાં આવ્યા છે. 33 જેટલા હોદ્દેદારોને ભાજપે સસ્પેન્ડ કર્યા છે.
6 વર્ષ માટે પ્રાથમિક સભ્ય પદેથી કરાયા સસ્પેન્ડ
જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે 33 હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા છે. ચકલાસી, મહેમદાવાદ, મહુધા અને ખેડાના 33 હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કપડવંજ અને કઠલાલ તાલુકાના હોદ્દેદારોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહુધાના 5, મહેમદાવાદના 5, ખેડાના 3, કપડવંજ તાલુકાના 2 અને કઠલાલ તાલુકાના 5 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ ચકલાસી શહેરના 13 હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર હોદ્દેદારો સામે પાર્ટી જરાક પણ નમતું મુકવાના મુડમાં નથી અને આવી કામગીરી કરનારા લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. આ તમામ હોદ્દેદારોને 6 વર્ષ માટે પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દાહોદમાં ભાજપે 18 બળવાખોર હોદ્દેદારોને કર્યા બરતરફ
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ દાહોદ ભાજપે બળવાખોરો સામે મોટી કાર્યવાહી કરી હતી. જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ સહિત 18 હોદ્દેદારોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. દેવગઢ બારીયા નગરપાલિકામાંથી 6 હોદ્દેદારોને બરતરફ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ઝાલોદ નગરપાલિકામાંથી 12 હોદ્દેદારોને બરતરફ કરવામાં આવ્યા હતા. વિવિધ મંડળના હોદ્દેદારો તેમજ પરિવારના સભ્યોએ અપક્ષ ઉમેદવારી કરતા ભાજપ પક્ષ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપના હોદ્દેદારોને ટિકિટ ના મળતા અપક્ષ દાવેદારી કરી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે મોટી કાર્યવાહી કરી હતી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે 5 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ આ કાર્યવાહી કરી હતી.
What's Your Reaction?






