Kheda Rain : ભારે વરસાદને પગલે 28 જુલાઈએ ખેડા જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. રાજ્યના અનેક તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે અને અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાવવાની સમસ્યાઓ પણ સામે આવી છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા છે અને લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડા જિલ્લાની આંગણવાડી સહિત તમામ શાળાઓ ભારે વરસાદને લઈને આવતીકાલે એટલે કે 28 જુલાઈએ બંધ રહેશે.
ભારે વરસાદ અને આગાહીને પગલે આપ્યા આદેશ
જિલ્લાની તમામ પ્રાથમિક શાળા અને આંગણવાડીઓને બંધ રાખવાનો નિર્ણય જિલ્લા કલેક્ટર દ્વારા લેવામાં આવ્યો છે. જિલ્લાની ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદ અને આગાહીને પગલે ખેડા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, જે મુજબ આવતીકાલે તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. જણાવી દઈએ કે ખેડાની મહુધા મામલતદાર કચેરી પણ વરસાદને પગલે જળમગ્ન થઈ છે. ભારે વરસાદને પગલે નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાયા છે. ફિણાવ ભાગોળ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા છે. 25 જેટલા નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કન્યા શાળામાં લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મહેમદાવાદ તાલુકામાં સૌથી વધુ વરસાદ
બીજી તરફ મહેમદાવાદ તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. વાંઠવાડી ગામમાં વરસાદી પાણી ભરાયા છે. વાંઠવાડીમાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ગામમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. મહેમદાવાદમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો પણ સર્જાયા છે. વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. ઈન્દિરા નગરી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ઘુસવાથી લોકોની ઘરવખરી બગડી છે.
What's Your Reaction?






