Kheda News: ઠાસરામાં શેઢી નદી ઓવરફ્લો થતાં રસ્તા પર મગરો તણાઈ આવ્યા, ડભાલીથી મીઠાના મુવાડા રોડ બંધ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડા જિલ્લાના ઠાસરામાં શેઢી નદી ઓવરફ્લો થતાં મગર રોડ પર ફરતા જોવા મળ્યા હતાં. રસ્તા પર થતાં મગરનો વીડિયો વાયરલ થયો હતો. સોમવારે રાત્રે ઠાસરાના ડભાલીથી મીઠાના મુવાડા રોડ પર મગર દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. સ્થાનિકોએ મગરને તેમના વિસ્તારમાંથી ભગાડવાની કોશિશ કરી હતી. હાલ શેઢી નદી ઓવરફ્લો થતાં નદીના પાણી ડભાલીથી મીઠાના મુવાડા રોડ પર ફરી વળતા રોડ બંધ કરાયો છે.
ઠાસરામાં મગરો દેખાતા લોકોમાં ભય ફેલાયો
વડોદરાની વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થાય ત્યારે મગરો શહેરમાં ફરતા થઈ જાય છે. ત્યારે ખેડા જિલ્લાના ઠાસરામાં મગરો દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. શેઢી નદી ઓવરફ્લો થતાં તેના પાણી રોડ અને રસ્તા પર ફરી વળ્યાં છે. પાણીની સાથે મગરો તણાઈ આવતાં લોકોમાં ભય ફેલાયો છે. ઠાસરાના ડભાલીથી મીઠાના મુવાડા રોડ પર મગર દેખાયો હતો. સ્થાનિકોએ મગરને તેમના વિસ્તારમાંથી ભગાડવાની કોશિશ કરી હતી. શેઢી નદી ઓવરફલો થતાં ડભાલીથી મીઠાના મુવાડા રોડ પર ફરી વળતા રોડ બંધ કરાયો છે.
પ્રોટેક્શન વોલ નહીં હોવાથી નદીના પાણી ફરી વળ્યા
ગઈકાલે ખેડાના રસિકપુરામાં સાબરમતી નદીના પાણી ઘૂસી જતાં તમામ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. છેલ્લા 15 દિવસમાં બીજી વખત રસિકપુરા ગામ ડૂબ્યું છે. ગામમાં પ્રોટેક્શન વોલ નહીં હોવાથી નદીના પાણી ફરી વળ્યા હતાં. ગામ અને હાઈવે પર પાણી ફરી વળતા લોકોની અવરજવર પ્રભાવિત થઈ હતી. પાણી ભરાઈ જવાને કારણે ખેડા ધોળકા રોડ બંધ કરી દેવાયો હતો. લોકોએ પોતાના પશુધનને સુરક્ષિત સ્થળો પર ખસેડી દીધા હતાં.
What's Your Reaction?






