Kheda News : ખેડા R&B સ્ટેટ વિભાગનો વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ, બ્રિજ પરના RCC તૂટી સળીયા બહાર આવી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડાથી ધોળકાને જોડતો સ્ટેટ હાઇવે SH16 કે જેના પર સાબરમતી નદી પર બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે બ્રિજ કહેવાતા કાર્બન ફાઇબરનો બનાવવામા આવ્યો છે તેવા ખેડા R&B સ્ટેટ બણગા ફૂંકી રહ્યુ છે. બ્રિજના હજુ બે વર્ષ પણ પૂર્ણ નથી થયા અને ફુર્ચે ફુરચા ઉડવા લાગ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે.
આ બ્રિજને કાર્બન ફાઈબરનો બનાવ્યો હોવાના બણગા ફૂંકી રહ્યુ છે
ખેડાથી ધોળકા થઈ સીધો જ બગોદરાને એટલે કે સૌરાષ્ટ્રને જોડતો સ્ટેટ હાઇવે SH16 કે જેના પર દિવસના હજારો નાના મોટા વાહનો પસાર થાય છે. આજ સ્ટેટ હાઇવે ઉપર ખેડા તાલુકાના રઢુ નજીક આવેલા રસીકપુરા ગામ કે જેને અડીને સાબરમતી નદી પસાર થાય છે આ નદી ઉપર 11 નવેમ્બર 2023ના રોજ નવીન બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ખેડા આર એન્ડ બી સ્ટેટ વિભાગ આ બ્રિજને કાર્બન ફાઈબરનો બનાવ્યો હોવાના બણગા ફૂંકી રહ્યુ છે.
આરસીસી રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા અને તેમાંથી સળિયા પણ બહાર આવી ગયા
પરંતુ જ્યારે સંદેશ ન્યુઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે 2023 માં અંદાજે 29 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજ ઉપર ના આરસીસી રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે હજુ તો આ બ્રિજ બન્યે બે વર્ષ પણ પૂર્ણ નથી થયા તે પહેલા ભ્રષ્ટાચાર યુક્ત હલકી ગુણવત્તા વાળા બ્રિજની પોલ ખુલી ગઈ. અને આરસીસી રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા અને તેમાંથી સળિયા પણ બહાર આવી ગયા 400 મીટર લંબાઈ અને 10.50 મીટર પહોળાઈ ધરાવતા આ બ્રિજ પર અનેક જગ્યાએ ખાડા પડ્યા છે અને સળિયા ખૂબ જ ઘાતક પરિસ્થિતિમાં બહાર નીકળેલા જોવા મળી રહ્યા છે.
અકસ્માતો પણ અહીંયા સર્જાયા છે અને લોકોના વાહનોના ટાયરો પણ ફાટ્યા છે
ખેડાથી ધોળકા થઈ સીધો બગોદરા અને સૌરાષ્ટ્રને જોડતો આ સ્ટેટ હાઇવે હોવાને કારણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ દેશભરમાંથી આવતા અને સીધા બાયપાસ સૌરાષ્ટ્ર તરફ જતા દિવસના હજારોની સંખ્યામાં તમામ વાહનો આ હાઇવે ઉપરથી પસાર થાય છે. સતત નાના મોટા વાહનોની અવરજવર ધરાવતા આ હાઈવે પર ના આ બ્રિજ પર ઘાતક પરિસ્થિતિમાં જે સળિયા બહાર નીકળી ગયા છે તેને કારણે અનેક અકસ્માતો પણ અહીંયા સર્જાયા છે અને લોકોના વાહનોના ટાયરો પણ ફાટ્યા છે.
આ બ્રિજની ગુણવત્તા કેવી છે તેની ફરી એકવાર ચોક્કસથી તપાસ થવી જોઈએ
ત્યારે આ પરિસ્થિતિ જોતા ચોક્કસથી એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે જો બ્રિજ ઉપર ભ્રષ્ટાચાર યુક્ત હલકી ગુણવત્તાના બનેલા આ આરસીસી રોડની આવી ખરાબ પરિસ્થિતિ છે તો કહેવાતા કાર્બન ફાઇબરના બ્રિજ બનાવવામાં કેવા પ્રકારનો મટીરીયલ વાપરવામાં આવ્યો હશે...?? શું કોઈ મોટી દુર્ઘટનામાં લોકોના જીવ જશે ત્યારબાદ ભ્રષ્ટાચારમાં લિપ્ત ખેડા R&B સ્ટેટ વિભાગ જાગશે..?? તે એક સૌથી મોટો સવાલ છે....! ત્યારે આ બ્રિજની ગુણવત્તા કેવી છે તેની ફરી એકવાર ચોક્કસથી તપાસ થવી જોઈએ.
What's Your Reaction?






