Kheda: મહેમદાવાદ વિધાનસભા વિસ્તારના 251થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજ હોલમાં મહેમદાવાદ વિધાનસભા વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમદાવાદ અને ખેડા તાલુકામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં સર્વોચ્ચ ટકાએ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેમદાવાદ તાલુકાના તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ રવિવારે યોજાયો હતો આ સન્માન સમારોહનું આયોજન પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 251થી વધુ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને સન્માન ચિહન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિવિધ ધારાસભ્યો, વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

