Kheda: જિલ્લાભરમાં માવઠાની અસરથી ખેડુતો ચિંતીત

Oct 27, 2025 - 06:00
Kheda: જિલ્લાભરમાં માવઠાની અસરથી ખેડુતો ચિંતીત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જીલ્લામાં શનીવારે બપોર પછી પવન સાથે વરસાદી માહોલ જોવા મળયો હતો.જીલ્લાભરના અનેક ઠેકાણે શનીવારે સાંજે તથા રવિવારે સવારે કમોસમી વરસાદી ઝપાટા વરસતા ખેતીના પાકને નુકશાન થવાની શકયતઓ જોવા મળી રહી છે.જેને પગલે ખેડુતો ચિંતીત બન્યા છે. લાભ પાંચમના દિવસે વેપારીઓ સહીત અનેક દુકાનદારો મહુર્ત કરતા હોય છે.જેમાં લાભમ પાંચમના દિવસે કમોસકમી વરસાદ વરસતા ખેડુતોમાં ચિંતા થવા લાગી હતી.

જીલ્લામાં શાકભાજીના પાકો તથા ફુલો ખરી પડવાને લઈને ખેતીમાં નુકશાન થવાની શકયતાઓ જોવા મળી રહી છે.બીજી બાજુ ખેડુતોએ તેમના ખેતરોમાં પાકની લણણી કરીને પાકને ખુલ્લા આકાશ નીચે મુકતા હોય છે.જે પલળી જવાને કારણે આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવશે.શહેરી વિસ્તારોમાં ઝરમર વરસાદી ઝાપટાને લઈને ઠંડક પ્રસરી હતી.તો રસ્તાઓ પર સામાન્ય પાણીની અસર જોવા મળતી હતી.જીલ્લામાં રવિવારે સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળયુ હતુ. દિવસભર વાદળછાયા વાતાવરણે લઈને ઠંડા પવન ફુકાતો જોવા મળયો હતો.લાભપાંચમના દિવસે કમોરસી વરસાદ વરસવાને લઈને ખેડુતો હાલ ચિંતામાં જોવા મળી રહયા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0