Kheda: કેસરામાં હનુમાન જન્મોત્સવે ભક્તિનો મહાસાગર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હનુમાન દાદાનો જન્મોત્સવ આ વર્ષે પણ અતિ ભવ્યતા અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાયો હતો. મધરાતે 12 વાગ્યાના ટકોરે હનુમાનજીના જન્મોત્સવ નિમિતે વિશેષ આરતી ઉતારી દાદાનો આકર્ષક શૃંગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાલાજી હનુમાનજી દાદાને સોનાના વરખનો ભવ્ય શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. ગુરુવારે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. દિવસ દરમિયાન બહેનો દ્વારા ગરબા, ભજન, હનુમાન ચાલીસા અને ભક્તિગીતોની રમઝટ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

