Khedaના સેવાલિયામાં બિલ્ડરે કર્યુ ફાયરિંગ, 11 લોકો સામે નામજોગ નોંધાઈ પોલીસ ફરિયાદ
ખેડાના સેવાલિયામાં બિલ્ડરે મોડી રાત્રે ફાયરિંગ કર્યુ હોવાથી સોસાયટીના લોકોમાં ગભરાહટની લાગણી જોવા મળી છે,આ ફાયરિંગ હવામાં કર્યુ છે અને પોલીસે 11 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે,સેવાલિયાની કે.જી.એન સોસાયટીમાં ફાયરિંગ થતા પોલીસની એક ટીમ ઘટના સ્થળે છે,ફાયરિંગ કર્યા બાદ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. હવામાં ફાયરિંગ કરનાર 11 સામે નોંધાઈ ફરિયાદ મોડી રાત્રે ખુલ્લી તલવાર અને હથિયાર સાથે બિલ્ડરોના માણસોએ સોસાયટીમાં આતંક ફેલાયો હતો,સોસાયટીની મગજમારીમાં બિલ્ડરે રહીશોની સામે હવામાં ફાયરિંગ કર્યુ હતુ,તો પોલીસે શકીલ વોરા,આમીર વોરા,સાહીલ મકરાણી, મોબિન શૈખ સહિત 11 સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે. જેમાં અમીર હમજા રેસીડેન્સીનાં રહીશોએ રસ્તાને લઈ બિલ્ડરને રજૂઆત કરી હતી. જે બાદ બિલ્ડર અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. બિલ્ડર શકીલ હાજીએ ઉશ્કેરાઈને જાહેરમાં ફાયરિંગ કરતા રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. અમીર હમજા રેસીડેન્સીમાં કર્યુ ફાયરિંગ ખેડાના ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયાની અમીર હમજા રેસીડેન્સી સોસાયટીમાં ગતરાત્રે તોડ ફોડ અને ઘાતક હુમલો થયો હોવાની વાત સામે આવી છે.મોડી રાત્રે ખુલ્લી તલવારો અને ઘાતક હથિયાર અને ખાનગી હથિયારથી 4 વખત હવામાં ગોળીબારમાં કર્યો હતો.સોસાયટીના રહીશ વેપારીસલીમ યાકુબભાઈ વોરાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ફરિયાદી સલીમભાઇના પક્ષે શકીલ નામના યુવકના માથામાં લોખંડની પાઇપ ફટકારી આરોપીઓ દ્વારા અન્ય લોકોને પણ ફોન કરીને બોલાવ્યા હતા.પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ સેવાલિયા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દઈ ઘટનાની તપાસ શરુ કરી છે.સાથે સાથે આરોપીઓની ધરપકડ પણ કરી છે.રોડ રસ્તાને લઈ સ્થાનિકોએ બિલ્ડરને રજૂઆત કરી હતી પરંતુ આ રજૂઆત બબાલમાં ફેરવાઈ ગઈ હતી,સ્થાનિકોનું કહેવું છે કે,છેલ્લા એક મહિનાથી રોડને લઈ રજૂઆત કરીએ છીએ તેમ છત્તા નિરાકરણ આવતું નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડાના સેવાલિયામાં બિલ્ડરે મોડી રાત્રે ફાયરિંગ કર્યુ હોવાથી સોસાયટીના લોકોમાં ગભરાહટની લાગણી જોવા મળી છે,આ ફાયરિંગ હવામાં કર્યુ છે અને પોલીસે 11 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે,સેવાલિયાની કે.જી.એન સોસાયટીમાં ફાયરિંગ થતા પોલીસની એક ટીમ ઘટના સ્થળે છે,ફાયરિંગ કર્યા બાદ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.
હવામાં ફાયરિંગ કરનાર 11 સામે નોંધાઈ ફરિયાદ
મોડી રાત્રે ખુલ્લી તલવાર અને હથિયાર સાથે બિલ્ડરોના માણસોએ સોસાયટીમાં આતંક ફેલાયો હતો,સોસાયટીની મગજમારીમાં બિલ્ડરે રહીશોની સામે હવામાં ફાયરિંગ કર્યુ હતુ,તો પોલીસે શકીલ વોરા,આમીર વોરા,સાહીલ મકરાણી, મોબિન શૈખ સહિત 11 સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે. જેમાં અમીર હમજા રેસીડેન્સીનાં રહીશોએ રસ્તાને લઈ બિલ્ડરને રજૂઆત કરી હતી. જે બાદ બિલ્ડર અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. બિલ્ડર શકીલ હાજીએ ઉશ્કેરાઈને જાહેરમાં ફાયરિંગ કરતા રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.
અમીર હમજા રેસીડેન્સીમાં કર્યુ ફાયરિંગ
ખેડાના ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયાની અમીર હમજા રેસીડેન્સી સોસાયટીમાં ગતરાત્રે તોડ ફોડ અને ઘાતક હુમલો થયો હોવાની વાત સામે આવી છે.મોડી રાત્રે ખુલ્લી તલવારો અને ઘાતક હથિયાર અને ખાનગી હથિયારથી 4 વખત હવામાં ગોળીબારમાં કર્યો હતો.સોસાયટીના રહીશ વેપારીસલીમ યાકુબભાઈ વોરાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ફરિયાદી સલીમભાઇના પક્ષે શકીલ નામના યુવકના માથામાં લોખંડની પાઇપ ફટકારી આરોપીઓ દ્વારા અન્ય લોકોને પણ ફોન કરીને બોલાવ્યા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો
સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ સેવાલિયા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દઈ ઘટનાની તપાસ શરુ કરી છે.સાથે સાથે આરોપીઓની ધરપકડ પણ કરી છે.રોડ રસ્તાને લઈ સ્થાનિકોએ બિલ્ડરને રજૂઆત કરી હતી પરંતુ આ રજૂઆત બબાલમાં ફેરવાઈ ગઈ હતી,સ્થાનિકોનું કહેવું છે કે,છેલ્લા એક મહિનાથી રોડને લઈ રજૂઆત કરીએ છીએ તેમ છત્તા નિરાકરણ આવતું નથી.