Khambhat : તાલુકાકક્ષાનો કલા મહાકુંભ વિવિધ કળાઓની મનમોહક રજૂઆતો સાથે યોજાયો

Oct 8, 2026 - 02:00
Khambhat : તાલુકાકક્ષાનો કલા મહાકુંભ વિવિધ કળાઓની મનમોહક રજૂઆતો સાથે યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખંભાત તાલુકાકક્ષાનો કલા મહાકુંભ વિવિધ કલાઓની મનમોહક રજૂઆતો સાથે યોજાયો હતો. વકૃત્વ, નિબંધ, લોકગીત, હળવું કંઠય, ભજન, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા, ચિત્રકલા, ભરતનાટયમ, એકપાત્રીય અભિનય તેમજ તબલા અને હાર્મોનિયમ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ અને યુવા કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. જોકે લોકગીત સ્પર્ધામાં શ્રી માધવલાલ શાહ હાઇસ્કૂલના શિક્ષક મનીષભાઈ રબારીની રજૂઆત વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આભમાં ઝીણી ઝબૂકે વીજળી.. લોકગીતના મધુર સૂર છેડતા જ વાતાવરણમાં લોકસંગીતની મીઠી મહેક પ્રસરી ગઈ હતી. મનીષભાઈ રબારીએ આ લોકગીતને પોતાની આગવી ગાયકી અને ભાવસભર અંદાજમાં એવી સુંદર રીતે રજૂ કર્યું કે શ્રોતાઓ તેમની રજૂઆતમાં તલ્લીન બની ગયા હતા. લોકગીતના શબ્દો, સુર અને ભાવને સુંદર રીતે ઉજાગર કરતી તેમની રજૂઆતને તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મળ્યો હતો. તેમની આ સિદ્ધિએ માત્ર શાળાનું જ નહીં, પરંતુ સમગ્ર ખંભાતની કલા પ્રતિભાનું ગૌરવ વધાર્યું છે. તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યા બાદ હવે મનીષભાઈ રબારી જિલ્લા કક્ષાએ ખંભાત તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. કલા પ્રત્યેનો તેમનો લગાવ અને સુંદર ગાયકીના કારણે મળેલી આ સફ્ળતાથી શ્રી માધવલાલ શાહ હાઇસ્કૂલ પરિવાર સહિત કલા ક્ષેત્રે આનંદની લાગણી જોવા મળી હતી. કલા મહાકુંભ જેવા મંચો સ્થાનિક કલાકારોની પ્રતિભાને આગળ લાવવાનું કામ કરી રહ્યા છે, ત્યારે ક્કઆભમાં ઝીણી ઝબૂકે વીજળીક્રના સૂર સાથે મનીષભાઈ રબારીએ ખંભાતના લોકસંગીતનો સુર વધુ ગુંજતો કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0