Karjan: APMC પ્રમુખ પદની હાઈ-વોલ્ટેજ ચૂંટણી છેલ્લી ઘડીએ સત્તાવાર રીતે મોકૂફ, આગામી દિવસોમાં નવી તારીખ જાહેર થશે

Jul 20, 2026 - 14:00
Karjan: APMC પ્રમુખ પદની હાઈ-વોલ્ટેજ ચૂંટણી છેલ્લી ઘડીએ સત્તાવાર રીતે મોકૂફ, આગામી દિવસોમાં નવી તારીખ જાહેર થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કરજણ એપીએમસી (APMC) ની પ્રમુખ પદની ચૂંટણી આજે સસ્પેન્સ અને હાઈ-વોલ્ટેજ ડ્રામામાં પરિણમી છે. એપીએમસીના નવા પદાધિકારીની વરણી કરવા માટે આજરોજ સવારે 11:00 કલાકે તમામ ડિરેક્ટરોની એક મહત્વની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ ચૂંટણીને લઈને છેલ્લા કેટલાય દિવસોથી જોરદાર રાજકીય લોબિંગ ચાલી રહ્યું હતું, જેના કારણે કરજણ પંથકના રાજકારણમાં ભારે ઉત્તેજના હતી.

કરજણ પંથકના રાજકારણમાં ભારે ઉત્તેજના

પરંતુ, સભા શરૂ થાય તે પહેલા જ એક આંચકાજનક સરકારી આદેશ બહાર આવ્યો હતો કે, ચૂંટણી પ્રક્રિયાના મુખ્ય સૂત્રધાર એવા જિલ્લા રજિસ્ટ્રાર અચાનક જ ‘ફેમિલી ઇમરજન્સી’ (કુટુંબમાં તાકીદની સ્થિતિ) હોવાનું જણાવીને સત્તાવાર રજા પર ઉતરી ગયા છે. મુખ્ય અધિકારીની ગેરહાજરીના કારણે કાયદાકીય જોગવાઈઓ મુજબ આ ચૂંટણી પ્રક્રિયાને તાત્કાલિક અસરથી મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપના આંતરિક જૂથવાદનો ચરુ ઉકળ્યો

રાજકીય વિશ્લેષકો અને અંદરના સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લા રજિસ્ટ્રારની રજા તો માત્ર એક બહાનું છે, અસલી ખેલ ભાજપના બે જૂથો વચ્ચેની આંતરિક લડાઈ છે. કરજણ એપીએમસી પર સત્તા સ્થાપવા માટે ભાજપ પ્રેરિત પેનલના જ બે મજબૂત નેતાઓ અને તેમના સમર્થક ડિરેક્ટરો સામસામે આવી ગયા હતા. બંને જૂથો પ્રમુખ પદ માટે પોતપોતાના દાવેદારોને ઉતારવા જીદ પર અડ્યા હતા. જો આજે ચૂંટણી યોજાઈ હોત તો ભાજપના આંતરિક જૂથવાદ અને ક્રોસ વોટિંગની પોલ જાહેરમાં ખુલી ગઈ હોત. આ સંભવિત રાજકીય નુકસાન અને પક્ષની આબરૂ બચાવવા માટે જ મોવડી મંડળના ઈશારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીને પાછળ ઠેલવામાં આવી હોવાની ચર્ચા બજારોમાં જોરશોરથી ચાલી રહી છે.

આ પણ વાંચો: Dahod: ફતેપુરાના કરમેલ ગામમાં પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતાર્યા, પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપ્યો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0