Kapadvanjમાં આઈસરમાં કે. સી.ભગત હાઇસ્કુલના બાળકોની જોખમી સવારી, ભણશે ગુજરાત પર ઉઠ્યા સવાલ

Sep 3, 2025 - 21:00
Kapadvanjમાં આઈસરમાં કે. સી.ભગત હાઇસ્કુલના બાળકોની જોખમી સવારી, ભણશે ગુજરાત પર ઉઠ્યા સવાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જિલ્લાના કપડવંજ-તોરણા રોડ પર કે. સી. ભગત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની એક અત્યંત જોખમી સવારીનો વિડિયો વાયરલ થતાં શિક્ષણ અને બાળમજૂરીના કાયદા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ વિડિયોમાં 6 જેટલા વિદ્યાર્થીઓ સાયકલ ભરેલા એક આઈસરમાં જોખમી રીતે મુસાફરી કરતા જોવા મળ્યા છે. વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આઈસર ટ્રકમાં સરકારી યોજના હેઠળ સહાય માટેની સાયકલો ભરેલી છે અને આ બાળકો સાયકલોની ઉપર બેસીને કપડવંજથી તોરણા સુધી મુસાફરી કરી રહ્યા છે.

કે. સી.ભગત હાઇસ્કુલના બાળકોની જોખમી સવારી

આ પ્રકારની સવારી અત્યંત જોખમી છે અને કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જી શકે છે. આ મામલો માત્ર જોખમી મુસાફરી પૂરતો સીમિત નથી. વાયરલ થયેલા અન્ય વિડિયોમાં એવું પણ જોવા મળે છે કે શાળામાં પહોંચ્યા બાદ આ સાયકલોને આઈસર ટ્રકમાંથી ઉતારવાનું કામ પણ વિદ્યાર્થીઓ પાસે જ કરાવવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો ભણશે ગુજરાતના નારા પર સીધો પ્રશ્ન ઊભો કરે છે. સહાયની સાયકલો વિદ્યાર્થીઓ માટે ભણતર સરળ બનાવવા માટે આપવામાં આવે છે. પરંતુ અહીં બાળકો પાસે આ સાયકલો ઉતારવાની મજૂરી કરાવવામાં આવી રહી છે.

સહાયની સાયકલ માટે વિધાર્થીઓ પાસે કરાવી મજૂરી

આ ઘટના બાળમજૂરી કાયદાની સીધી અવગણના છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ પૂછી રહ્યા છે કે શું બાળકોને આ પ્રકારની મજૂરી કરવા માટે શાળાએ મોકલવામાં આવે છે? આ ગંભીર બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. જોકે આ માટે કોની સામે કેવા પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું. આ ઘટનાએ શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકોની બેદરકારીને ઉજાગર કરી છે અને સરકારને આ દિશામાં તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0