Kamrej: વેબસિરીઝ જોઈને રત્નકલાકારે ફ્લેટમાં રૂપિયા 60 હજારની નકલી નોટો છાપી
કામરેજના શ્રીજી એવન્યૂના ફ્લેટમાંથી 1.56 લાખનો મુદ્દામાલ કબજેશહેર અને ગ્રામ્ય વિસ્તારના નાના દુકાનદારો, વેપારીને ટાર્ગેટ કરતો હતો ઝડપાયેલો કરણ વાઢેર એક ડબલ કરવાના બહાને નકલી નોટ પધરાવતો હતો કામરેજનાં શ્રીજી એવન્યુના ફ્લેટમાં રહેતો રત્નકલાકાર બનાવતી ચલણી નોટો છાપતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે છાપો મારી 60 હજાર કિંમતની 100, 200, 500ના દરની નકલી નોટો અને કલર પ્રિન્ટર મળી કુલ 1.56 લાખથી વધુ કિંમતનાં મુદ્દામાલ સાથે રત્નકલાકારની ધરપકડ કરી હતી. કામરેજના શ્રીજી એવન્યુ ફ્લેટ નં.બી-506માં રહેતો કરણ ગુણવંતભાઇ વાઢેર પોતાનાં ઘરે બનાવટી ચલણી નોટો છાપે છે. બાતમીના આધારે પોલીસે આ ફ્લેટ પર રેડ કરી નકલી નોટો સાથે રત્નકલાકારને ઝડપી પાડયો હતો. પોલીસે જેની પુછપરછ કરતા ત્યાંંથી 34 હજાર કિંમતની 500નાં દરની 68 નંગ નોટો, 22 હજાર 800 કિંમતની 200નાં દરની 114 નંગ નોટો, 3200 કિંમતની 100નાં દરની 32 નંગ નોટો મળી કુલ 60 હજાર કિંમતની 214 બનાવતી નંગ ચલણી નોટો મળી આવી હતી તેમજ 76 હજાર કિંમતની 500, 200, 100 દરની પ્રિન્ટ કરેલી બનાવટી ચલણી નોટો છાપવા મૂકી હતી, 15 હજાર કિંમતનું ચલણી નોટો છાપવા માટેનું કલર પ્રિન્ટર, 5 હજાર કિંમતનો એક મોબાઇલ, 6 હજાર રોકડા મળી કુલ 156600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો ઝડપાયેલો કરણ વાઢેર એક ડબલ કરવાના બહાને નકલી નોટ પધરાવતો હતો. હાલ પોલીસે આરોપી કરણ વાઢેરે કેટલી માત્રામાં ક્યાં ક્યાં નકલી નોટો પધરાવી તેની તપાસ શરૂ કરી. પાંચ મહિનાથી ડુપ્લિકેટ નોટો બજારમાં વટાવતો હતો મુખ્ય સુત્રધાર રત્નકલાકાર કરણ વાઢેરે ફર્ઝી વેબસિરિઝ જોઈ બનાવટી ભારતીય ચલણી નોટો છાપવા પ્રેરાયો હતો. તે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં નાના દુકાનદારો, વેપારીને ટાર્ગેટ કરી અલગ અલગ જગ્યાએ માર્કેટમાં પાંચ મહિનાથી ટુકડે ટુકડે ડુપ્લિકેટ નોટ ફરતી કરતો હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કામરેજના શ્રીજી એવન્યૂના ફ્લેટમાંથી 1.56 લાખનો મુદ્દામાલ કબજે
- શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાના દુકાનદારો, વેપારીને ટાર્ગેટ કરતો હતો
- ઝડપાયેલો કરણ વાઢેર એક ડબલ કરવાના બહાને નકલી નોટ પધરાવતો હતો
કામરેજનાં શ્રીજી એવન્યુના ફ્લેટમાં રહેતો રત્નકલાકાર બનાવતી ચલણી નોટો છાપતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે છાપો મારી 60 હજાર કિંમતની 100, 200, 500ના દરની નકલી નોટો અને કલર પ્રિન્ટર મળી કુલ 1.56 લાખથી વધુ કિંમતનાં મુદ્દામાલ સાથે રત્નકલાકારની ધરપકડ કરી હતી.
કામરેજના શ્રીજી એવન્યુ ફ્લેટ નં.બી-506માં રહેતો કરણ ગુણવંતભાઇ વાઢેર પોતાનાં ઘરે બનાવટી ચલણી નોટો છાપે છે. બાતમીના આધારે પોલીસે આ ફ્લેટ પર રેડ કરી નકલી નોટો સાથે રત્નકલાકારને ઝડપી પાડયો હતો. પોલીસે જેની પુછપરછ કરતા ત્યાંંથી 34 હજાર કિંમતની 500નાં દરની 68 નંગ નોટો, 22 હજાર 800 કિંમતની 200નાં દરની 114 નંગ નોટો, 3200 કિંમતની 100નાં દરની 32 નંગ નોટો મળી કુલ 60 હજાર કિંમતની 214 બનાવતી નંગ ચલણી નોટો મળી આવી હતી તેમજ 76 હજાર કિંમતની 500, 200, 100 દરની પ્રિન્ટ કરેલી બનાવટી ચલણી નોટો છાપવા મૂકી હતી, 15 હજાર કિંમતનું ચલણી નોટો છાપવા માટેનું કલર પ્રિન્ટર, 5 હજાર કિંમતનો એક મોબાઇલ, 6 હજાર રોકડા મળી કુલ 156600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો ઝડપાયેલો કરણ વાઢેર એક ડબલ કરવાના બહાને નકલી નોટ પધરાવતો હતો. હાલ પોલીસે આરોપી કરણ વાઢેરે કેટલી માત્રામાં ક્યાં ક્યાં નકલી નોટો પધરાવી તેની તપાસ શરૂ કરી.
પાંચ મહિનાથી ડુપ્લિકેટ નોટો બજારમાં વટાવતો હતો
મુખ્ય સુત્રધાર રત્નકલાકાર કરણ વાઢેરે ફર્ઝી વેબસિરિઝ જોઈ બનાવટી ભારતીય ચલણી નોટો છાપવા પ્રેરાયો હતો. તે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં નાના દુકાનદારો, વેપારીને ટાર્ગેટ કરી અલગ અલગ જગ્યાએ માર્કેટમાં પાંચ મહિનાથી ટુકડે ટુકડે ડુપ્લિકેટ નોટ ફરતી કરતો હોય છે.