Kadi: વાહન અકસ્માતની અદાવતમાં મહિલા પર છરી વડે જીવલેણ હુમલો; અણમોલ વિલામાં મધરાતે હંગામો

Feb 16, 2026 - 13:30
Kadi: વાહન અકસ્માતની અદાવતમાં મહિલા પર છરી વડે જીવલેણ હુમલો; અણમોલ વિલામાં મધરાતે હંગામો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલી અણમોલ વિલા સોસાયટીમાં મધરાતે હુમલાની એક ગંભીર ઘટના સામે આવી છે. અગાઉ થયેલા વાહન અકસ્માતની અદાવત રાખીને બે શખ્સોએ એક મહિલાના ઘરમાં ઘૂસી તેના પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

કડીમાં મહિલા પર છરી વડે હુમલો

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી ભાવિક ઉર્ફે કાલી અને કલ્પેશ પટેલ નામના બે શખ્સો અણમોલ વિલામાં રહેતી મહિલાના ઘરે મધરાતે પહોંચ્યા હતા. તેમણે અગાઉ થયેલા પુત્રના વાહન અકસ્માત બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. બોલાચાલી એટલી હદે વધી ગઈ હતી કે ઉશ્કેરાયેલા શખ્સોએ મહિલા પર છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ મહિલાના પુત્રને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો 

હુમલો કરીને આરોપીઓ તુરંત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મહિલાની ફરિયાદના આધારે કડી પોલીસે ભાવિક અને કલ્પેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, રાજ્યપાલના સંબોધન વચ્ચે ‘ખેડૂત દેવા માફી’ના નારા સાથે કોંગ્રેસનો હોબાળો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0