Kadi: રેલવે સ્ટેશનની મુલાકાત બાદ મહેસાણા સાંસદ ગુસ્સે ભરાયા

કડી રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ સર્જાયેલી સમસ્યાઓની તપાસ માટે રવિવારે મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંક નાયકે મુલાકાત લીધી હતી. સ્ટેશન પરિસરમાં બનાવવામાં આવેલા નાળાની સ્થિતિ જોઈને સાંસદ ગુસ્સે ભરાયા બાદ અધિકારો સાથે ફોન ઉપર વાતચીત દરમ્યાન નારાજગી વ્યક્ત કરી હતી.કરોડો રૂપિયાના ખર્ચે કડી રેલવે લાઈનનું બ્રોડગેજ લાઇનમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. નવીનીકરણ પહેલા જકાતનાકાથી ભાગ્યોદય ચોકડી વચ્ચે દ્વિચક્રી વાહનો માટે રસ્તો હતો. જે બંધ કરી તેના બદલે રેલવે વિભાગે ઝીગ ઝેક જેવું નાળું બનાવ્યું છે, જે રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલીરૂપ બની રહ્યું છે.સ્થાનિક વેપારીઓ અને આગેવાનોની રજૂઆત બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અધિકારીઓને ફોન કર્યો હતો. પરંતુ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા મહેસાણા રાજ્ય સભાના સાંસદ મયંક નાયકે ઓચિંતી મુલાકાત લેતા નાળામાં તૂટેલી ટાઈલ્સ અને બંધ લાઈટ જોઈ અધિકારીઓને ફોન ઉપર ચેતવણી આપી જનતાના હિતમાં કામ થવું જોઈએ, અન્યથા ફેટા પાડીને વિજિલન્સને મોકલી આપવાની ચીમકી આપી હતી.

Kadi: રેલવે સ્ટેશનની મુલાકાત બાદ મહેસાણા સાંસદ ગુસ્સે ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કડી રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ સર્જાયેલી સમસ્યાઓની તપાસ માટે રવિવારે મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંક નાયકે મુલાકાત લીધી હતી. સ્ટેશન પરિસરમાં બનાવવામાં આવેલા નાળાની સ્થિતિ જોઈને સાંસદ ગુસ્સે ભરાયા બાદ અધિકારો સાથે ફોન ઉપર વાતચીત દરમ્યાન નારાજગી વ્યક્ત કરી હતી.

કરોડો રૂપિયાના ખર્ચે કડી રેલવે લાઈનનું બ્રોડગેજ લાઇનમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. નવીનીકરણ પહેલા જકાતનાકાથી ભાગ્યોદય ચોકડી વચ્ચે દ્વિચક્રી વાહનો માટે રસ્તો હતો. જે બંધ કરી તેના બદલે રેલવે વિભાગે ઝીગ ઝેક જેવું નાળું બનાવ્યું છે, જે રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલીરૂપ બની રહ્યું છે.સ્થાનિક વેપારીઓ અને આગેવાનોની રજૂઆત બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અધિકારીઓને ફોન કર્યો હતો. પરંતુ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા મહેસાણા રાજ્ય સભાના સાંસદ મયંક નાયકે ઓચિંતી મુલાકાત લેતા નાળામાં તૂટેલી ટાઈલ્સ અને બંધ લાઈટ જોઈ અધિકારીઓને ફોન ઉપર ચેતવણી આપી જનતાના હિતમાં કામ થવું જોઈએ, અન્યથા ફેટા પાડીને વિજિલન્સને મોકલી આપવાની ચીમકી આપી હતી.