Kadi : કડીના થોળમાં ઘર બહાર રમતી 4 વર્ષની બાળકી ગુમ, અપહરણની આશંકાથી પોલીસ દોડતી થઈ

Oct 1, 2026 - 05:00
Kadi : કડીના થોળમાં ઘર બહાર રમતી 4 વર્ષની બાળકી ગુમ, અપહરણની આશંકાથી પોલીસ દોડતી થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કડી તાલુકાના થોળ ગામે ઘર બહાર રમતી ચાર વર્ષની માસૂમ બાળકી અચાનક ગુમ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. 26 સપ્ટેમ્બરના રોજ સવારે ઘર બહાર રમતી બાળકી અચાનક રોડ તરફ્ જતી રહી હતી. ત્યારબાદ બાળકી ઘરે પરત ન ફરતાં પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ત્રણ દિવસથી બાળકીનો કોઈ પત્તો ન મળતાં પરિવાર દ્વારા અપહરણની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કડી તાલુકાના થોળ ગામે ખેતમજૂરી કરી જીવન ગુજારતા રાજસ્થાની પરિવારની ચાર વર્ષની પુત્રી 26 સપ્ટેમ્બરના રોજ સવારે ઘર બહાર રમતી હતી. સવારે 8થી 12 વાગ્યાની વચ્ચે બાળકી ઘર નજીકથી ઓએનજીસી રોડ તરફ્ જતી રહી હતી. બાળકી રોડ તરફ્ જતી હોવાની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ બાળકી ક્યાં ગઈ તેની કોઈ માહિતી મળી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0