Kadi : 60થી વધુ દબાણો દૂર, 4 લારીઓ જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કડી શહેરમાં ટ્રાફ્કિને અડચણરૂપ તેમજ ગેરકાયદે દબાણો સામે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશનો ત્રીજા દિવસે વેગ વધ્યો હતો. પાલિકાની દબાણ હટાવ ટીમે શહેરના કસ્બા વિસ્તારમાં લારી-ગલ્લા, ઓટલા, છાપરા અને આડશો સહિતના 60થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કર્યા હતા. ઉપરાંત ટ્રાફ્કિને અડચણરૂપ ચાર હાથલારીઓ જપ્ત કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો.નગરપાલિકાની ટીમે સહારા ગેસ્ટ હાઉસથી મોટા તળાવ, ઘુઘ્ઘટીયા, શકરપુરાના નાકા, પીરબોરડી અને ગંજબજાર થઈ ગાંધીચોક સુધી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન મોટા તળાવની પાળ ઉપર ગેરકાયદે બાંધકામ કરી અડ્ડો બનાવવામાં આવ્યો હોવાની જગ્યાએ પાલિકાએ કાર્યવાહી કરી પાકું બાંધકામ તોડી સરકારી જમીન ખુલ્લી કરી હતી. આ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફ્સિ નજીક રોડની માજીનની જગ્યામાં કરવામાં આવેલા છાપરા પણ તોડી પાડવામાં આવ્યા હતા. દબાણ હટાવ ટીમ પીરબોરડી ઢાળ અને ગાંધીચોક તરફ્થી પરત ફરી રહી હતી ત્યારે દબાણ દૂર કરાયેલી જગ્યાએ ફરીથી ગોઠવાઈ ગયેલી ચાર જેટલી શાકભાજી અને ખાણીપીણીની લારીઓ નજરે પડતાં પાલિકાની ટીમે તમામ લારીઓ જપ્ત કરી લીધી હતી. પાલિકાની આ કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

