Kadi: કોંગ્રેસની સરકારમાં સીદી-સૈયદની જાળીનો મોમેન્ટો ભેટમાં અપાતો: પૂર્વ DyCM નીતિન પટેલ

Feb 17, 2025 - 17:30
Kadi: કોંગ્રેસની સરકારમાં સીદી-સૈયદની જાળીનો મોમેન્ટો ભેટમાં અપાતો: પૂર્વ DyCM નીતિન પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણાના કડી ખાતે 72 કડવા પાટીદાર ચુવાળ સમાજના સમુહ લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે 72 કડવા પાટીદાર ચુવાળ સમાજના સમુહ લગ્નમાં નીતિન પટેલે હાજરી આપી હતી અને આ દરમિયાન નિવેદન આપતા તેમને કહ્યું કે અમે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા ભેટ આપી છે. આ ભેટ એટલા માટે આપીએ છીએ કેમ કે સરદાર પટેલે ભારતની એકતા કરાવી.

કોંગ્રેસની સરકાર દરમિયાન વિદેશી મહેમાનોને સિદી સૈયદની જાળી ભેટમાં અપાતી: નીતિન પટેલ

નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નક્કી કર્યું હતું કે આખા દેશની એકતા 550 રજવાડાને ભેગા કરનાર એ એકતાનું પ્રતીક કહેવાય અને સરદાર પટેલે નર્મદા બંધ બનાવવાનું સપનું જોયું હતું. સરદાર પટેલની પ્રતિમા એકતાના પ્રતીક તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદી પર મૂક્યું અને જ્યાં કરોડો લોકો દર વર્ષે મુલાકાત લે છે. પહેલા કોંગ્રેસની સરકારો હતી અને બહારથી મહેમાનો આવતા ત્યારે સિદી સૈયદની જાળી ભેટમાં આપતા હતા. ઈતિહાસમાં અને ચોપડીઓમાં તમે જોયું હશે આખા દેશને તેનાથી કઈ લેવા દેવા નથી, ગુજરાતની સંસ્કૃતિને એના જોડે લેવા દેવા નથી અને આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નથી.

વડાપ્રધાન મોદીએ સરદાર પટેલની દુનિયાભરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી: નીતિન પટેલ

પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ સિદી સૈયદની જાળી એમને ભેટ આપતા હતા અને હવે એ બધું બદલાઈ ગયું આપણા વડાપ્રધાને સરદાર પટેલની દુનિયાભરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી એમને સન્માન આપ્યું. અમે હજારો સંમેલનમાં જઈએ છીએ હું હોવ કે અન્ય કોઈ નેતા બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની પ્રતિમા ભેટ આપે છે. અમને ગૌરવ થાય છે એ પ્રતિમા ખાલી દેખાવ પુરતી નથી. એમાંથી શીખવાનું છે આપણે સમાજની એકતા રાખવાની છે, ગુજરાતનું સંગઠન કરવાનું છે. નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે 'સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ' અને સૌનો પ્રયાસ' એ પ્રમાણે આપણે બધા એક થઈએ. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0