Kachchh : માંડવીની 99 બેડની સરકારી હોસ્પિટલ માત્ર નામની, દર્દીઓની સારવાર માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં

Jul 8, 2025 - 20:30
Kachchh : માંડવીની 99 બેડની સરકારી હોસ્પિટલ માત્ર નામની, દર્દીઓની સારવાર માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સરકાર આરોગ્ય સેવા માટે બણગા ફૂંકી રહી છે પણ જમીન પર હકીકત તો એની વિપરીત જોવા મળી રહી છે. માંડવીની 99 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હાલ ગંભીર સમસ્યાઓના ઘેરામાં છે. જ્યાં દર્દીઓને સારવારની આશા લઈ આવતા પહેલા પણ બે વખત વિચારી લેવું પડે છે. હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન છેલ્લા 6 વર્ષથી બંધ છે. એક્સ-રે મશીન છેલ્લા 3 મહિનાથી ઠપ્પ છે. જેથી દર્દીઓને ખાનગી દવાખાનામાં જઈ મોંઘી સારવાર લેવી પડે છે.

કેન્દ્રીય ઉચ્ચ અધિકારીઓની ટીમે સરકારી ખર્ચે માત્ર કચ્છમાં પ્રવાસનનો લાભ લીધો!

જનરલ સર્જન, આઈ સર્જન અને એનેસ્થેટિસ્ટ જેવી અતિ મહત્વની ત્રણ તબીબી જગ્યા લાંબા સમયથી ખાલી છે. પરિણામે જટીલ કે તાત્કાલિક સર્જરી માટે દર્દીઓને ખાનગી તબીબોના શરણે જવું પડે છે. લેબમાં સેલ કાઉન્ટર મશીન પણ બંધ છે, જેને કારણે પ્લેટલેટ કાઉન્ટ જેવી તાત્કાલિક તપાસો માટે દર્દીઓને ખાનગી લેબોરેટરીઓનો આધાર લેવા મજબૂર બનવું પડે છે. 21 નવેમ્બર, 2024ના કેન્દ્રીય કોમન રિવ્યૂ કમિટી ટીમે તપાસ કરી. જેનો રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. છતાં આજ દિન સુધી એક પણ તાત્કાલિક સુધારા વિધી અમલમાં આવી નથી. કેન્દ્રીય ટીમના આવેલા ઉચ્ચ અધિકારીઓ સરકારી ખર્ચે કચ્છમાં પ્રવાસનનો લાભ લીધો હોય તેવો તાલ સર્જાયો છે.

ICU રૂમનું ઉદ્ઘટાન કરાયું છતાં શરૂ કરવામાં આવ્યો નથી

હોસ્પિટલ હાલમાં 30 જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓના ભરોસે ચાલી રહી છે. બીજી તરફ ઈમરજન્સીના સમય માટે પણ હોસ્પિટલમાં કોઈ સગવડ નથી. અહીં આઇસીયું રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પણ થઈ ગયું છે પણ તેને શરૂ કરવામાં માટે કોની રાહ જોવાઈ રહી છે, તે જ સમજાતું નથી. હોસ્પિટલના અધિક્ષક ડો. રોયનો વારંવાર સંપર્ક કરવામાં આવ્યો પણ ન તો તેઓ હોસ્પિટલમાં હાજર હતા કે ન તો કોઈએ ફોન ઉપાડવાની તસ્દી લીધી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0