Kachchh : છછીના દરિયાકાંઠે લાઈટ હાઉસ નજીક વિસ્ફોટક સેલ મળ્યો, આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો

May 10, 2026 - 19:00
Kachchh : છછીના દરિયાકાંઠે લાઈટ હાઉસ નજીક વિસ્ફોટક સેલ મળ્યો, આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્લાના છછીના દરિયાકાંઠા વિસ્તારમાં વિસ્ફોટક પ્રકારનો એક સેલ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના લાઈટ હાઉસ નજીક બની હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. મળતી માહિતી મુજબ, કોઠારા પોલીસ અને SOG ગુજરાતની ટીમ સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં એક વિસ્ફોટક સેલ દેખાયો હતો.

આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો

તાત્કાલિક રીતે વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મળેલો સેલ જૂનો અને ફુટેલો હોવાનું લાગે છે, છતાં તેની સલામતીને ધ્યાનમાં રાખીને તેને સંપૂર્ણ રીતે સુરક્ષિત રીતે હેન્ડલ કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી

આ સમગ્ર મામલે હવે ભારતીય વાયુસેના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સેલ કયા પ્રકારનો છે, તે કેટલા સમયથી ત્યાં હતો અને તે ત્યાં કેવી રીતે પહોંચ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈને તમામ શક્ય દિશાઓમાં તપાસ શરૂ કરી છે. સ્થાનિક તંત્રએ જણાવ્યું છે કે દરિયાકાંઠા વિસ્તારમાં મળેલા આવા શંકાસ્પદ વસ્તુઓ અંગે સંપૂર્ણ સતર્કતા રાખવામાં આવી રહી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે જો ક્યાંય પણ આવી શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો તરત જ પોલીસને જાણ કરવી. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તપાસ ચાલુ છે.

આ પણ વાંચો : Rajkot ડિવિઝનને મળી વધુ એક સાપ્તાહિક ટ્રેન,પેસેન્જરના ધસારાને પહોંચી વળવા રેલવેનું આયોજન


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0