Kachchh: કચ્છની બજારોમાં એકથી માંડીને 400 રૂપિયા સુધીની રાખડીઓ ઉપલબ્ધ, આ સૌથી વધુ ડિમાન્ડમાં

Jul 20, 2025 - 18:30
Kachchh: કચ્છની બજારોમાં એકથી માંડીને 400 રૂપિયા સુધીની રાખડીઓ ઉપલબ્ધ, આ સૌથી વધુ ડિમાન્ડમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાઇ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને લઇને અત્યારથી જ કચ્છભરની બજારો અવનવી રાખડીઓથી ઉભરાઇ રહી છે.બહેનો પણ કચ્છ બહાર રહેતા ભાઇઓને પોસ્ટ દ્વારા રાખડી પહોંચાડવા માટે અત્યારથી જ રાખડીની ખરીદી કરવા બજારો ખુંદી રહી છે.સામાન્ય રીતે કચ્છમાં રક્ષાબંધનનાં તહેવારના આગલા બે દિવસમાં જ સૌથી વધુ રાખડીઓનું વેચાણ થતું હોય છે.જ્યારે કચ્છ બજાર રહેતા ભાઇઓને સમયસર રાખડી મળી રહે તે માટે બહેનો દ્વારા અગાઉથી જ રાખડી ખરીદીને પોસ્ટ દ્વારા કે કુરિયર દ્વારા મોકલાવામાં આવતી હોય છે.જેના કારણે વેપારીઓ અત્યારથી જ અવનવી રાખડીઓ સાથે સજ્જ થઇ ગયા છે.

હવે છુટક રાખડીઓ મળવાની શરૂઆત થઇ ગઇ

ભુજમાં રાખડીના હોલેસેલ વેપારી પરેશભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે,કચ્છમાં ધીરે ધીરે સીઝનેબલ વસ્તુઓની વેચાણ કરતાં લોકોની સંખ્યામાં સારા એવા પ્રમાણમાં વધારો થયો છે.જેના પરિણામે હવે લોકોને પોતાનાં વિસ્તારોમાં જ રાખડી સહિતની વસ્તુઓ મળી રહેવા પામે છે. આ વેપારીઓ, ફેરિયાઓ અહીંથી હોલસેલમાં રાખડીની ખરીદી કરવા માટે આવી રહ્યા છે. સવારના સમયે કચ્છના વિવિધ ગામડાઓમાંથી વેપારીઓ, ફેરિયાઓ રાખડીની ખરીદી માટે આવે છે, જ્યારે બપોર બાદ શહેરી વિસ્તારનાં વેપારીઓ રાખડી પસંદ કરીને લઇ જતાં હોય છે. અહીંથી હોલસેલમાં રાખડીઓ લઇને પોતાના શોરૂમ, દુકાનો, લારીઓ ઉપર સજાવીને વેચાણ પણ શરૂ કરી રહ્યા છે. જેના કારણે બહેનોને બજારમાં પણ હવે છુટક રાખડીઓ મળવાની શરૂઆત થઇ ગઇ છે.

રાખડીનાં ભાવમાં એકપણ રૂપિયાનો વધારો થયો નથી

આમ તો છેલ્લા પાંચ વર્ષથી રાખડીનાં ભાવમાં એકપણ રૂપિયાનો વધારો થયો નથી. જેના કારણે વેપારીઓ, રિટેલર અને ફેરિયાઓ પણ રાહત અનુભવી રહ્યા છે. ગત વર્ષે જે ભાવમાં રાખડીનું વેચાણ કરવામાં આવતું હતંુ તે જ ભાવો આ વખતે પણ જોવા મળશે. બહેનોને રૂ. ૧થી લઇને રૂ. ૪૦૦ સુધીની કિંમતની રાખડી બજારમાંથી મળી રહેવા પામશે.દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેરવાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના પરિણામે બહેન ભાઇના હાથ ઉપર શોભે તેવી રાખડી ખરીદવા માટે આખી બજાર ખુંદી વળે છે.આજે બહેનો નાની અને આકર્ષક રાખડી ખરીદવાનું વધુ પસંદ કરે છે. તેમાંય રૂદ્રાક્ષની રાખડીને પ્રાથમિક્તા આપે છે, ડાયમંડવાળી રાખડી પણ માર્કેટ સર કરતી હોય છે. કચ્છી વર્કની પણ રાખડીઓ બજારની શોભા વધારી રહી છે, પરંતુ રૂદ્રાક્ષની રાખડી હજુ પણ બહેનોમાં અવ્વલ નંબરે છે.

ત્રણ ફુલવાળી રાખડીની માર્કેટમાં અત્યારથી જ ભારે શોર્ટેજ

ત્રણ ફુલવાળી રાખડી જે બ્રાહ્મણોની રાખડી તરીકે ઓળખવામાં આવે છે, અને તેઓ આ રાખડી વધુ ખરીદતા હોય છે. કારણ કે, આ રાખડી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિક માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો આ રાખડી વેપારીઓનાં કાંડે અથવા તો તેના ગલ્લા ઉપર બાંધીને આશિર્વાદ આપતાં હોય છે, પરંતુ આ રાખડી સસ્તી હોવાને કારણે વધુ પ્રમાણમાં લોકો બનાવતાં નથી. પરિણામે વેપારીઓને તેની આગોતરી તૈયારી કરવી પડતી હોય છે. દર વર્ષે ડિમાન્ડ સારી હોય માલની આવક ઓછી હોવાને કારણે શોર્ટેજ રહે છે.

માર્કેટમાં સૌથી વધુ રૂદ્રાક્ષની રાખડીનું થતું વેચાણ

રૂદ્રાક્ષને ભગવાન શિવનું રૂપ માનવામાં આવે છે, જેના કારણે હિન્દુ ધર્મમાં તેને પવિત્ર માનવામાં આવે છે. લોકો પણ તેને ગળામાં ધારણ કરતાં હોય છે. પરિણામે બહેનો દ્વારા સૌથી પહેલી પસંદગી રૂદ્રાક્ષવાળી રાખડીની કરતાં હોય છે. હવે તો માર્કેટમાં રૂદ્રાક્ષ સાથે ડાઇમન્ડ, તુલસી સહિતના સમન્વયથી આકર્ષક ડિઝાઇન સભર રાખડીઓ તૈયાર કરીને બજારમાં મુકવામાં આવી હોય તેની સારા એવા પ્રમાણમાં ડિમાન્ડ જોવા મળી રહી છે. આ જોતા આ વર્ષે પણ રૂદ્રાક્ષની રાખડી માર્કેટ સર કરશે.

બાળકોમાં લાઇટવાળી રાખડીઓનો અકબંધ ક્રેઝ

બાળકોમાં આજે પણ લાઇટવાળી રાખડીનો અકબંધ ક્રેઝ જોવા મળી રહ્યો છે. વેપારીઓ, દુકાનદારો, ફેરિયાઓ પણ બાળકો માટે લાઇટવાળી રાખડીઓની ખરીદી ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ સિવાય વિવિધ કાર્ટુનવાળી રાખડીઓ હજુ પણ માર્કેટમાં ચાલી રહી છે. જેમાં ડોરેમોન, છોટાભીમ, વીર હનુમાન, ક્રિષ્ન-બલરામ સહિતની એનિમેશન ટાઇપની રાખડીઓનું પણ માર્કેટમાં ચલણ જોવા મળશે. કારણ કે, બહેનો પણ બાળકો માટે આ પ્રકારની રાખડીઓ ખરીદવાનું વધુ પસંદ કરતી હોય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0