Kachchh News: રાપરમાં તલાટી અલ્પા પટેલ હયાતીના હક્કની નોંધ પડાવવા એક હજારની લાંચ લેતા પકડાઈ

Aug 13, 2026 - 00:30
Kachchh News: રાપરમાં તલાટી અલ્પા પટેલ હયાતીના હક્કની નોંધ પડાવવા એક હજારની લાંચ લેતા પકડાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્લામાં સરકારી બાબુઓ અને કર્મચારીઓ દ્વારા ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાલઆંખ કરી છે.રાપર તાલુકાના સેલારી ગામ ખાતે ફરજ બજાવતાં મહિલા તલાટી કમ મંત્રી અલ્પાબેન રમેશ પટેલ રૂ.1 હજારની લાંચ લેતાં પૂર્વ કચ્છ એસીબીની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં રંગેહાથ ઝડપાઈ જતાં મહેસૂલી આલમમાં અફરાતફરી મચી ગઈ છે.

5 હજાર સુધીની લાંચની માંગણી કરતી હતી

ફરિયાદી પાસે હયાતીના હક્કની નોંધ પાડવાના કામ બદલ મહિલા તલાટી અલ્પાબેન પટેલે રૂ.1 હજારના ગેરકાયદેસર અવેજ એટલે કે લાંચની માગણી કરી હતી.આ ઉપરાંત,સ્થાનિક ગ્રામજનો અને અરજદારોમાં એવી પણ વ્યાપક ફરિયાદો ઉઠી હતી કે મહિલા તલાટી ગામમાં વિવિધ નોંધો પાડવા,વેરા ભરવા સહિતની મહેસૂલી કામગીરીઓ કરવા માટે પેટે ગેરકાયદેસર રીતે રૂ.200થી લઈને રૂ.5 હજાર સુધીની લાંચની માંગણી કરતી હતી.આ ફરિયાદોના આધારે પૂર્વ કચ્છ એસીબીની ટીમે સતર્કતા દાખવીને એક આયોજિત છટકું ગોઠવ્યું હતું. 

1000ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે ઝડપી

આ ટ્રેપ દરમિયાન તલાટી અલ્પાબેન પટેલ ફરિયાદી પાસેથી 1000ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેઓને રંગેહાથ ઝડપી લીધા હતા.હજુ થોડા દિવસો અગાઉ જ ભુજ ખાતે પણ એક મહેસૂલ તલાટી રૂ.35 હજારની મોટી રકમની લાંચ લેતાં એસીબીના હાથે પકડાયો હતો.કચ્છ જિલ્લામાં સરકારી કચેરીઓમાં ચાલતી લાંચરુશ્વત અંગે લોકમુખે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે એસીબી દ્વારા બેક-ટુ-બેક કરવામાં આવેલી આ સફળ કામગીરીથી ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.એસીબી દ્વારા મહિલા તલાટી સામે ગુનો નોંધીને આગળની ચાર્જશીટ અને કાયદેસરની તપાતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0