Kachchh News: દિવાળીના તહેવારમાં જિલ્લાના આટલા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

Oct 19, 2025 - 20:30
Kachchh News: દિવાળીના તહેવારમાં જિલ્લાના આટલા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં જ વિવિધ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેમાં બાબીયા અને બરાયા સહિતના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ માટે જિલ્લા અધિકારી દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

બાબીયા તથા બારીયા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ

પ્રાપ્ત વિગતો પ્રમાણે બાબીયા તથા બારીયા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ માટેનું જાહેરનામું બહાર પાડવાની મુદ્દત પૂર્ણ થઈ હોવાથી વધુ મુદ્દત માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેથી આ બ્રિજ હવે વધુ સમય સુધી ભારે વાહનોની અવરજવર માટે બંધ રહેશે. તેની જગ્યાએ ભુજ-માંડવી રસ્તા પર સુખપર ત્રણ રસ્તાથી ધુણઈથી કોડાય પુલથી બિદડાથી પ્રાગપર ચોકડીવાળા રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે.

કનોજ મેજર બ્રીજ પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે નહીં

બીજી તરફ 17 ડિસેમ્બર 2025 સુધી કનોજ મેજર બ્રીજ પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે નહીં. જયારે પાન્ધ્રો વર્માનગર તરફથી લખપત ત્રણ રસ્તા થઈ નારાયણ સરોવર બાજુ આવતા ભારે વાહનો વર્માનગર - સોનલનગર - બાલાપર નરેડી-ગોધાતડ ફાટક - કાટીયા -બુધ્ધા માર્ગથી નલિયા નારાયણ સરોવર નેશનલ હાઈવે મારફતેથી નલિયા-નારાયણ સરોવર રસ્તા પરથી અવર-જવર કરી શકશે. માતાના મઢ, દયાપર તરફથી આવતા ભારે વાહનો દોલતપર ત્રણ રસ્તાથી બરંદા થઈ નલિયા-નારાયણ સરોવર નેશનલ હાઈવે પરથી અવર-જવર કરી શકશે. 15 જાન્યુઆરી 2026 સુધી આ બ્રિજ બંધ કરાશે

આ ઉપરાંત પહેલી 15 જાન્યુઆરી 2026 સુધી માંડવી-નલિયા-નારાયણ સરોવર રોડના લાયજા-બાયઠ રોડ પર આવેલ માયનોર બ્રીજ તથા બાયઠ-દેઢિયા રોડ પર આવેલ મેજર બ્રીજ પરથી ભારે અતિભારે વાહનો અવર-જવર કરી શકશે નહી.લાયજા મોટા ચોકડી-બાડા-બાયઠ-દેઢિયા રસ્તા પરથી ભારે/અતિભારે વાહનો અવર-જવર કરી શકશે.કોઠારાથી માંડવી વાયા મોથાળા-ગઢશીશા રસ્તા પરથી ભારે/અતિભારે વાહનો અવર-જવર કરી શકશે. ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર ખારી નદી ઉપર આવેલ જુના મેજર બ્રિજ પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે નહી.રાપર-કલ્યાણપર-સેલારી-ફતેહગઢ-મૌવાણા-બાલાસર રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0