Junagadhમાં માતાએ દિકરીને જન્મ આપતા સાસરિયાઓએ કાઢી મૂકી ! વાંચો Exclusive Story

સરકાર ગમે તેટલી બેટી બચાવો બેટી પઢાવોની જાહેરાતો કરે પરંતુ હજુ ઘણા લોકોની માનસિકતા બદલી નથી શકી કારણકે હજી પણ સમાજમાં દીકરીને બોજ ગણનારાઓની સંખ્યા ઓછી નથી આવો જ એક કિસ્સો જtનાગઢમાં આવ્યો સામે આવ્યો છે.જ્યાં દીકરીનો જન્મ થતાં જ સાસરિયાઓએ માતાને પુત્રીને ઘરમાંથી કાઢી મૂકી છે. ન્યાય માટે વલખા જુઓ આ મહિલા અને તેની એક વર્ષની દીકરીને.આ મહિલા હાલ પોલીસ સ્ટેશનમાં પોતાને અને તેની દીકરીને ન્યાય મળે તે માટે આવી છે.આ મહિલા છે ગાયત્રીબેન મેઘાણી અને તેની એક વર્ષની દીકરી પ્રિશા,આઠ વર્ષ પહેલા ગાયત્રીબેનના લગ્ન જૂનાગઢના વાંઝાવડમાં રહેતા આશિષ મેઘાણી સાથે થયા હતા સાસરિયાઓ અવાર નવાર મેણા મારતા હતા અને શારીરિક માનસિક ત્રાસ વચ્ચે ગાયત્રીબેન એ એક દીકરાને જનમ આપ્યો અને અત્યાર તે સાત વર્ષનો છે અને એક વર્ષ પહેલા જ ગાયત્રીબેન એ ફૂલ જેવી દીકરીને જનમ આપ્યો અને સાસરિયાઓએ દીકરીનો જનમ થતા જ કાઢી મૂકી છે. સાસરિયાનો વધતો ત્રાસ અગાઉ પણ એક વખત ગાયત્રીબેન મેઘાણી ગર્ભવતી બન્યા હતા ત્યારે જુનાગઢની હોસ્પિટલમાં તેમના પતિ આશિષ મેઘાણી અને સાસરિયાઓએ ગર્ભ પરીક્ષણ કરાવ્યું હતું અને તે પણ દીકરી હોવાનું સામે આવ્યા બાદ એબોર્શન કરાવ્યું અને ત્યારબાદ આ દીકરીનો જન્મ થયો હતો.ગાયત્રીબેન નાં સાસરિયાઓ અંધશ્રધ્ધામાં માનતા હોવાના આરોપ ગાયત્રીબેને લગાવ્યા છે.અને બે દિવસ પહેલા જ્યારે પોતાના સાત વર્ષના દીકરાને મળવા જતા આશિષ અને તેમના સાસરિયાઓએ તેમને મળવા ન દીધા અને અપમાન કરી ત્યાંથી કાઢી મૂક્યા હતા.જેથી લાગી આવતા તેને દવા પી આપઘાત કરવાની કોશિષ કરી હતી. પોલીસે નોંધી ફરિયાદ આ સમગ્ર મામલાને લઈને ગાયત્રીબેન મેઘાણી ને ન્યાય મળે અને પોતાની દીકરીનું ભવિષ્ય ન બગડે તે માટે મહિલા પોલીસ સ્ટેશનમાં આશિષભાઇ ઘનશ્યામભાઇ મેઘાણી (પતિ) હિરાબેન ઘનશ્યામભાઈ મેઘાણી (સાસુ) ભારતીબેન ઘનશ્યામભાઈ મેઘાણી (નણંદ) સહિત કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.દીકરી વ્હાલનો દરિયો આ શબ્દો હજુ કેટલાક લોકો માટે અભિશાપ સમાન લાગે છે અને દીકરી ને બોજ સમજે છે તેવી અંધશ્રધ્ધા માંથી બહાર આવતા જ નથી.  

Junagadhમાં માતાએ દિકરીને જન્મ આપતા સાસરિયાઓએ કાઢી મૂકી ! વાંચો Exclusive Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સરકાર ગમે તેટલી બેટી બચાવો બેટી પઢાવોની જાહેરાતો કરે પરંતુ હજુ ઘણા લોકોની માનસિકતા બદલી નથી શકી કારણકે હજી પણ સમાજમાં દીકરીને બોજ ગણનારાઓની સંખ્યા ઓછી નથી આવો જ એક કિસ્સો જtનાગઢમાં આવ્યો સામે આવ્યો છે.જ્યાં દીકરીનો જન્મ થતાં જ સાસરિયાઓએ માતાને પુત્રીને ઘરમાંથી કાઢી મૂકી છે.

ન્યાય માટે વલખા

જુઓ આ મહિલા અને તેની એક વર્ષની દીકરીને.આ મહિલા હાલ પોલીસ સ્ટેશનમાં પોતાને અને તેની દીકરીને ન્યાય મળે તે માટે આવી છે.આ મહિલા છે ગાયત્રીબેન મેઘાણી અને તેની એક વર્ષની દીકરી પ્રિશા,આઠ વર્ષ પહેલા ગાયત્રીબેનના લગ્ન જૂનાગઢના વાંઝાવડમાં રહેતા આશિષ મેઘાણી સાથે થયા હતા સાસરિયાઓ અવાર નવાર મેણા મારતા હતા અને શારીરિક માનસિક ત્રાસ વચ્ચે ગાયત્રીબેન એ એક દીકરાને જનમ આપ્યો અને અત્યાર તે સાત વર્ષનો છે અને એક વર્ષ પહેલા જ ગાયત્રીબેન એ ફૂલ જેવી દીકરીને જનમ આપ્યો અને સાસરિયાઓએ દીકરીનો જનમ થતા જ કાઢી મૂકી છે.

સાસરિયાનો વધતો ત્રાસ

અગાઉ પણ એક વખત ગાયત્રીબેન મેઘાણી ગર્ભવતી બન્યા હતા ત્યારે જુનાગઢની હોસ્પિટલમાં તેમના પતિ આશિષ મેઘાણી અને સાસરિયાઓએ ગર્ભ પરીક્ષણ કરાવ્યું હતું અને તે પણ દીકરી હોવાનું સામે આવ્યા બાદ એબોર્શન કરાવ્યું અને ત્યારબાદ આ દીકરીનો જન્મ થયો હતો.ગાયત્રીબેન નાં સાસરિયાઓ અંધશ્રધ્ધામાં માનતા હોવાના આરોપ ગાયત્રીબેને લગાવ્યા છે.અને બે દિવસ પહેલા જ્યારે પોતાના સાત વર્ષના દીકરાને મળવા જતા આશિષ અને તેમના સાસરિયાઓએ તેમને મળવા ન દીધા અને અપમાન કરી ત્યાંથી કાઢી મૂક્યા હતા.જેથી લાગી આવતા તેને દવા પી આપઘાત કરવાની કોશિષ કરી હતી.

પોલીસે નોંધી ફરિયાદ

આ સમગ્ર મામલાને લઈને ગાયત્રીબેન મેઘાણી ને ન્યાય મળે અને પોતાની દીકરીનું ભવિષ્ય ન બગડે તે માટે મહિલા પોલીસ સ્ટેશનમાં આશિષભાઇ ઘનશ્યામભાઇ મેઘાણી (પતિ) હિરાબેન ઘનશ્યામભાઈ મેઘાણી (સાસુ) ભારતીબેન ઘનશ્યામભાઈ મેઘાણી (નણંદ) સહિત કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.દીકરી વ્હાલનો દરિયો આ શબ્દો હજુ કેટલાક લોકો માટે અભિશાપ સમાન લાગે છે અને દીકરી ને બોજ સમજે છે તેવી અંધશ્રધ્ધા માંથી બહાર આવતા જ નથી.