Junagadhના મેંદરડામાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈ ભારતીય કિસાન સંઘે યોજયું મહાસંમેલન

ઇકો સેન્સિટિવ ઝોનને ઝોનને લઈને આજે ભારતીય કિસાન સંઘ દ્વારા મેંદરડા ખાતે વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ સંમેલનમાં મેંદરડા તાલુકાના 22 જેટલા ગામડાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ઇકો ઝોનના કાયદા બાદ ખેડૂતોને શું મુશ્કેલીઓ પડશે અને વન વિભાગ કેવી રીતે કનડગત કરશે તે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ખેડૂતો બન્યા ઉગ્ર ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું હતું અને કોઈ પણ કાળે ઇકોઝોન લાગુ કરવા દેવામાં નહીં આવે તેવી ખેડૂતોને હૈયાધારણ આપી હતી.સાથે સાથે આ ગરમી સમયમાં દિવાળીના તહેવારો દરમિયાન ખાટલા બેઠકો અને દરેક ગામમાં પૂતળા દહન કરવામાં આવશે.ત્યારે જંગલી ભૂંડ અને રોજના ત્રાસ સામે કિસાન સંઘના અગ્રણી દ્વારા રોઝ અને ભૂંડને મારી નાખવા ખેડૂતોને જણાવ્યું હતું. ઇકો સેન્સીટીવ ઝોન તે માટેની એક પહેલ છે ગીર, પાણીયા અને મીતીયાળા અભ્યારણ્ય ફરતે ઇકો સેન્સીટીવ ઝોન જાહેર (નોટીફાઇડ) થયેલ ન હોવાથી હાલ નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશન મુજબ ઉપરોક્ત ત્રણેય અભ્યારણ્યની સરહદથી 10 કિ.મી. સુધીના વિસ્તારને ઇકો સેન્સીટીવ ઝોન તરીકે માનવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વિધિસરની ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવાની દરખાસ્ત ભારત સરકારને રજુ કરેલ છે. જેનું જાહેરનામુ બહાર પડ્યા બાદ લોકોને તેમના વાંધા-સુચનો રજુ કરવા 60 દિવસનો સમય આપવામાં આવશે. પ્રવર્તમાન સ્થિતિ મુજબ આ ઇકો સેન્સીટીવ ઝોનમાં ગીર, પાણીયા અને મીતીયાળા અભ્યારણ્ય ફરતે આવેલ તાલુકાઓના તમામ ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી. ગીરમાં ઇકો ઝોનનો સતત વધતો વિરોધ ગીરમાં ઇકો ઝોનનો સતત વિરોધ વધી રહ્યો છે. તાલાલાના આકોલવાડી ગામે કિસાન સંઘ દ્વારા ગામ લોકો સાથે ખાટલા બેઠક યોજવામાં આવી. ગત રાત્રીના બેઠક યોજાઈ. બેઠકમાં મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા. ગામ લોકોએ ભેગા થઈને એક જ માગ કરી હતી કે ઇકો ઝોનનો કાયદો નાબુદ કરવો જોઈએ. આ ખાટલા બેઠકમાં 1,000 થી વધુ ગામ લોકો જોડાયા.કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 197 જેટલા ગામોમાં નવા ઇકો ઝોનના કાયદાની અમલવારીને લઈને પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ તમામ 197 અસરગ્રસ્ત ગામના લોકો, ખેડૂતો અને ગ્રામ પંચાયતોની સાથે ભાજપ-કોંગ્રેસના રાજકીય આગેવાનો અને સહકારી સંસ્થા સાથે જોડાયેલા સહકારી આગેવાનોમાં પણ સંભવિત ઈકો ઝોનના કાયદાને લઈને ભારે વિરોધ જોવા મળ્યો છે.

Junagadhના મેંદરડામાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈ ભારતીય કિસાન સંઘે યોજયું મહાસંમેલન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઇકો સેન્સિટિવ ઝોનને ઝોનને લઈને આજે ભારતીય કિસાન સંઘ દ્વારા મેંદરડા ખાતે વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ સંમેલનમાં મેંદરડા તાલુકાના 22 જેટલા ગામડાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ઇકો ઝોનના કાયદા બાદ ખેડૂતોને શું મુશ્કેલીઓ પડશે અને વન વિભાગ કેવી રીતે કનડગત કરશે તે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખેડૂતો બન્યા ઉગ્ર

ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું હતું અને કોઈ પણ કાળે ઇકોઝોન લાગુ કરવા દેવામાં નહીં આવે તેવી ખેડૂતોને હૈયાધારણ આપી હતી.સાથે સાથે આ ગરમી સમયમાં દિવાળીના તહેવારો દરમિયાન ખાટલા બેઠકો અને દરેક ગામમાં પૂતળા દહન કરવામાં આવશે.ત્યારે જંગલી ભૂંડ અને રોજના ત્રાસ સામે કિસાન સંઘના અગ્રણી દ્વારા રોઝ અને ભૂંડને મારી નાખવા ખેડૂતોને જણાવ્યું હતું.


ઇકો સેન્સીટીવ ઝોન તે માટેની એક પહેલ છે

ગીર, પાણીયા અને મીતીયાળા અભ્યારણ્ય ફરતે ઇકો સેન્સીટીવ ઝોન જાહેર (નોટીફાઇડ) થયેલ ન હોવાથી હાલ નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશન મુજબ ઉપરોક્ત ત્રણેય અભ્યારણ્યની સરહદથી 10 કિ.મી. સુધીના વિસ્તારને ઇકો સેન્સીટીવ ઝોન તરીકે માનવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વિધિસરની ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવાની દરખાસ્ત ભારત સરકારને રજુ કરેલ છે. જેનું જાહેરનામુ બહાર પડ્યા બાદ લોકોને તેમના વાંધા-સુચનો રજુ કરવા 60 દિવસનો સમય આપવામાં આવશે. પ્રવર્તમાન સ્થિતિ મુજબ આ ઇકો સેન્સીટીવ ઝોનમાં ગીર, પાણીયા અને મીતીયાળા અભ્યારણ્ય ફરતે આવેલ તાલુકાઓના તમામ ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી.

ગીરમાં ઇકો ઝોનનો સતત વધતો વિરોધ

ગીરમાં ઇકો ઝોનનો સતત વિરોધ વધી રહ્યો છે. તાલાલાના આકોલવાડી ગામે કિસાન સંઘ દ્વારા ગામ લોકો સાથે ખાટલા બેઠક યોજવામાં આવી. ગત રાત્રીના બેઠક યોજાઈ. બેઠકમાં મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા. ગામ લોકોએ ભેગા થઈને એક જ માગ કરી હતી કે ઇકો ઝોનનો કાયદો નાબુદ કરવો જોઈએ. આ ખાટલા બેઠકમાં 1,000 થી વધુ ગામ લોકો જોડાયા.કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 197 જેટલા ગામોમાં નવા ઇકો ઝોનના કાયદાની અમલવારીને લઈને પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ તમામ 197 અસરગ્રસ્ત ગામના લોકો, ખેડૂતો અને ગ્રામ પંચાયતોની સાથે ભાજપ-કોંગ્રેસના રાજકીય આગેવાનો અને સહકારી સંસ્થા સાથે જોડાયેલા સહકારી આગેવાનોમાં પણ સંભવિત ઈકો ઝોનના કાયદાને લઈને ભારે વિરોધ જોવા મળ્યો છે.