Union Home Minister અમિત શાહ 22, 23 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે
દેશના તમામ રાજ્યોના નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ફોર્સના વડાઓની કોન્ફરન્સ યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કોન્ફરન્સને ખુલ્લી મુકશે. 14મી ઓલ ઈન્ડિયા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 22 અને 23 ઓક્ટોમ્બર એમ બે દિવસ દરમિયાન કોન્ફરન્સ યોજાશે. દેશના તમામ રાજ્યોમાંથી નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના 60થી વધુ અધિકારીઓ અને 1200 જેટલા દળના જવાનો હાજર રહેશે. ડ્રાફ્ટ સિવિલ ડિફેન્સ એક્ટ 2024 અને મોડલ હોમગાર્ડ બિલ અંગે ચર્ચા થશે. દેશના અલગ અલગ રાજ્યોમાં હાલ 4.5 લાખ હોમગાર્ડ જવાનો અને 6 લાખ નાગરિક સંરક્ષણ દળના સભ્યો છે. હોમગાર્ડના જવાનોને સમયસર વેતન ચૂકવાશે: DG વિવેક શ્રીવાસ્તવ નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ભારત સરકારના DG વિવેક શ્રીવાસ્તવએ જણાવ્યું કે, હોમગાર્ડ જવાનોને માનદ વેતન મોડું મળી રહ્યું છે. જે કેટલાક કારણોસર અમે સમયસર એમને વેતન આપી શકતા નથી. રાજ્યમાં હવે હોમગાર્ડનો પગાર સમયસર થશે. હોમગાર્ડનો પગાર 10 તારીખ પહેલા થાય તે કોમ્પ્યુટર સિસ્ટમ પ્રમાણે કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે પણ એક મહિનાથી વધુ કોઈપણ જગ્યાએ હોમગાર્ડનો પગાર બાકી નથી. અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 22 ઓક્ટોબરને લઈ અનેક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક દિવસના પ્રવાસની રૂપરેખા જોઈએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત ચાર જેટલા કાર્યક્રમમાં હાજર રહેવાના છે. જે અંતર્ગત પ્રવાસની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આણંદથી શરૂ કરવાના છે. આણંદ ખાતે આવેલી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ડાયમંડ જુબલી સેલિબ્રેશન કાર્યક્રમ અને ત્રિભોવન પટેલના બર્થ એનિવર્સરી સમારોહનું આયોજન કરવામાં આવ્યું. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત ડાયમંડ જુબલી સેલિબ્રેશન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાવાનો છે. જેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતિ રહેવાના છે. ભાજપના નવા કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત આણંદ બાદ વધુ એક કાર્યક્રમ ગાંધીનગર ખાતે આયોજિત થઈ રહ્યો છે, એટલે કે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે 2:00 વાગે વિધાનસભાના ગૃહમાં સંબોધન કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ક્ષેત્ર એવા ગાંધીનગર ખાતે ભાજપના નવા કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. ગાંધીનગર સેક્ટર 8 માં આવેલા સમર્પણ કોલેજની બાજુમાં ગાંધીનગર મહાનગરના નવા કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષતામાં યોજાવાનો છે. નવા આકાર લેનારા કમલમ કાર્યાલયના ખાતમુહૂર્તમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલની, સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશના તમામ રાજ્યોના નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ફોર્સના વડાઓની કોન્ફરન્સ યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કોન્ફરન્સને ખુલ્લી મુકશે. 14મી ઓલ ઈન્ડિયા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 22 અને 23 ઓક્ટોમ્બર એમ બે દિવસ દરમિયાન કોન્ફરન્સ યોજાશે.
દેશના તમામ રાજ્યોમાંથી નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના 60થી વધુ અધિકારીઓ અને 1200 જેટલા દળના જવાનો હાજર રહેશે. ડ્રાફ્ટ સિવિલ ડિફેન્સ એક્ટ 2024 અને મોડલ હોમગાર્ડ બિલ અંગે ચર્ચા થશે. દેશના અલગ અલગ રાજ્યોમાં હાલ 4.5 લાખ હોમગાર્ડ જવાનો અને 6 લાખ નાગરિક સંરક્ષણ દળના સભ્યો છે.
હોમગાર્ડના જવાનોને સમયસર વેતન ચૂકવાશે: DG વિવેક શ્રીવાસ્તવ
નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ભારત સરકારના DG વિવેક શ્રીવાસ્તવએ જણાવ્યું કે, હોમગાર્ડ જવાનોને માનદ વેતન મોડું મળી રહ્યું છે. જે કેટલાક કારણોસર અમે સમયસર એમને વેતન આપી શકતા નથી. રાજ્યમાં હવે હોમગાર્ડનો પગાર સમયસર થશે. હોમગાર્ડનો પગાર 10 તારીખ પહેલા થાય તે કોમ્પ્યુટર સિસ્ટમ પ્રમાણે કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે પણ એક મહિનાથી વધુ કોઈપણ જગ્યાએ હોમગાર્ડનો પગાર બાકી નથી.
અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 22 ઓક્ટોબરને લઈ અનેક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક દિવસના પ્રવાસની રૂપરેખા જોઈએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત ચાર જેટલા કાર્યક્રમમાં હાજર રહેવાના છે.
જે અંતર્ગત પ્રવાસની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આણંદથી શરૂ કરવાના છે. આણંદ ખાતે આવેલી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ડાયમંડ જુબલી સેલિબ્રેશન કાર્યક્રમ અને ત્રિભોવન પટેલના બર્થ એનિવર્સરી સમારોહનું આયોજન કરવામાં આવ્યું. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત ડાયમંડ જુબલી સેલિબ્રેશન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાવાનો છે. જેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતિ રહેવાના છે.
ભાજપના નવા કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત
આણંદ બાદ વધુ એક કાર્યક્રમ ગાંધીનગર ખાતે આયોજિત થઈ રહ્યો છે, એટલે કે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે 2:00 વાગે વિધાનસભાના ગૃહમાં સંબોધન કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ક્ષેત્ર એવા ગાંધીનગર ખાતે ભાજપના નવા કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે.
ગાંધીનગર સેક્ટર 8 માં આવેલા સમર્પણ કોલેજની બાજુમાં ગાંધીનગર મહાનગરના નવા કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષતામાં યોજાવાનો છે. નવા આકાર લેનારા કમલમ કાર્યાલયના ખાતમુહૂર્તમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલની, સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.