Good News: 1 એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના 60,245 કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના લાખો કર્મચારીઓ માટે હિતલક્ષી નિર્ણય લેવાયો હતો. 1/4/2005 પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂંક કરાયેલા 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી. જેને લઈને આજે નાણા વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. 60,245 કર્મચારીઓને થશે લાભ મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા.01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. 01/04/2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી હતી. જેનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ, ટ્રાવેલ ભથ્થાં અને દૈનિક ભથ્થાના દરોમાં સુધારો કરવાની રજૂઆતો પણ રાજ્ય સરકારે સ્વીકારી છે. ચાર્જ એલાઉન્સ હાલના 5% કે 10%ની જગ્યાએ સાતમા પગાર પંચ મુજબ અપાશે. તેમજ, વયનિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવશે. રાજ્યની તિજોરી પર 200 કરોડ રૂપિયાનો બોજો પડશે આ નિર્ણયો સિવાયની અન્ય લાભદાયક સુધારા રાજ્યના વહીવટના ભાગ રૂપે કરવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું કે, આ ફેરફારોને કારણે રાજ્યની તિજોરી પર વાર્ષિક 200 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે. રાજ્યના કર્મચારીઓના ભથ્થાં અને પેન્શન સુધારાઓને લઈને આ નિર્ણય રાજ્ય સરકારે આવનારા દિવસોમાં પણ વધુ યોગ્ય પગલાં લેવાના સંકેત આપ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના 60,245 કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના લાખો કર્મચારીઓ માટે હિતલક્ષી નિર્ણય લેવાયો હતો. 1/4/2005 પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂંક કરાયેલા 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી. જેને લઈને આજે નાણા વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.
60,245 કર્મચારીઓને થશે લાભ
મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા.01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. 01/04/2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી હતી. જેનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ, ટ્રાવેલ ભથ્થાં અને દૈનિક ભથ્થાના દરોમાં સુધારો કરવાની રજૂઆતો પણ રાજ્ય સરકારે સ્વીકારી છે. ચાર્જ એલાઉન્સ હાલના 5% કે 10%ની જગ્યાએ સાતમા પગાર પંચ મુજબ અપાશે. તેમજ, વયનિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવશે.
રાજ્યની તિજોરી પર 200 કરોડ રૂપિયાનો બોજો પડશે
આ નિર્ણયો સિવાયની અન્ય લાભદાયક સુધારા રાજ્યના વહીવટના ભાગ રૂપે કરવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું કે, આ ફેરફારોને કારણે રાજ્યની તિજોરી પર વાર્ષિક 200 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે. રાજ્યના કર્મચારીઓના ભથ્થાં અને પેન્શન સુધારાઓને લઈને આ નિર્ણય રાજ્ય સરકારે આવનારા દિવસોમાં પણ વધુ યોગ્ય પગલાં લેવાના સંકેત આપ્યા છે.