Junagadhના માણાવદરના બાંટવામાં જળબંબાકારની સ્થિતિ,લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા

બાંટવાના રોડ પર કમરસમા પાણી ભરાયા બજારોમાં નદીઓની જેમ પાણી વહેતા થયા બાંટવામાં ચોતરફ જ્યાં જુઓ પાણી જ પાણી જૂનાગઢના માણાવદરના બાંટવામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.બાંટવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જયાં જુઓ ત્યાં પાણી જ પાણી છે,લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે.દુકાનો અને ઘરોમાં પાણી ભરાતા લોકો હેરાન થઈ ગયા છે.જુઓ તમે ઘરની બહાર નિકળ્યા તો કમર સુધીના પાણીમાંથી તમારે પસાર થવું પડશે. જૂનાગઢમાં વહેલી સવારથી વરસાદ જૂનાગઢના માળિયા હાટિના, માંગરોળ, કેશોદ, મેંદરડા, વિસાવદર અને ગીરના જંગલ વિસ્તારમાં સવારથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના પગલે જિલ્લાના નદી,નાળા, ચેકડેમ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. પ્રશાસને સલામતીના ભાગરૂપે લોકોને નદીના પટ વિસ્તારમાં આવન-જાવન કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જૂનાગઢ જિલ્લામાં 24 કલાકમાં ક્યાં ક્ટલો વરસાદ પડ્યો તેના પર નજર કરીએ વિસાવદર- 3 ઈંચ મેંદરડા- 3 ઈંચ માણાવદર-પોણા 3 ઈંચ માળિયા હાટિના બે ઈંચ જૂનાગઢ-પોણા 2 ઈંચ કેસોદ-દોઢ ઈંચ જૂનાગઢ- 1 ઈંચ ભેંસાણ-1 ઈંચ વંથલી - 1 ઈંચ માંગરોળ- અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે.

Junagadhના માણાવદરના બાંટવામાં જળબંબાકારની સ્થિતિ,લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાંટવાના રોડ પર કમરસમા પાણી ભરાયા
  • બજારોમાં નદીઓની જેમ પાણી વહેતા થયા
  • બાંટવામાં ચોતરફ જ્યાં જુઓ પાણી જ પાણી

જૂનાગઢના માણાવદરના બાંટવામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.બાંટવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જયાં જુઓ ત્યાં પાણી જ પાણી છે,લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે.દુકાનો અને ઘરોમાં પાણી ભરાતા લોકો હેરાન થઈ ગયા છે.જુઓ તમે ઘરની બહાર નિકળ્યા તો કમર સુધીના પાણીમાંથી તમારે પસાર થવું પડશે.

જૂનાગઢમાં વહેલી સવારથી વરસાદ

જૂનાગઢના માળિયા હાટિના, માંગરોળ, કેશોદ, મેંદરડા, વિસાવદર અને ગીરના જંગલ વિસ્તારમાં સવારથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના પગલે જિલ્લાના નદી,નાળા, ચેકડેમ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. પ્રશાસને સલામતીના ભાગરૂપે લોકોને નદીના પટ વિસ્તારમાં આવન-જાવન કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

જૂનાગઢ જિલ્લામાં 24 કલાકમાં ક્યાં ક્ટલો વરસાદ પડ્યો તેના પર નજર કરીએ

વિસાવદર- 3 ઈંચ મેંદરડા- 3 ઈંચ માણાવદર-પોણા 3 ઈંચ માળિયા હાટિના બે ઈંચ જૂનાગઢ-પોણા 2 ઈંચ કેસોદ-દોઢ ઈંચ જૂનાગઢ- 1 ઈંચ ભેંસાણ-1 ઈંચ વંથલી - 1 ઈંચ માંગરોળ- અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.


વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે.