Gujarat: ભારે વરસાદથી મુસાફરો અટવાયા, 30 ટ્રેન રદ્દ, STબસની 2081 ટ્રીપ કેન્સલ

ગુજરાતમાં 24 કલાકમાં 33 જિલ્લામાં વરસાદ 27 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં 24 કલાકમાં 33 જિલ્લામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે 27 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે જ્યારે 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પ્રભાવિત જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે વાત કરીયે અમદાવાદની તો અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા ઈમરજન્સી કોલમાં વધારો થયો છે. ફાયરબ્રિગેડને મળ્યા 76 ઇમરજન્સી કોલ અમદાવાદ ફાયર બ્રિગેડને 76 જેટલા કોલ મળ્યા છે. 76 કોલમાંથી 55 જેટલા કોલ ઝાડ પડવાના નોંધાયા છે. મકાનનો કેટલોક ભાગ અને મકાન પડવા જેવા 6 કોલ નોંધાયા છે. બાકી અન્ય આગ અને અન્ય કોલ નોંધાયા છે. આજે સવારે 6 વાગ્યા સુધી ફાયર બ્રિગેડને 7 કોલ મળ્યા છે. જેમાં મોટા ભાગના ઝાડ પડવાના કોલ મળ્યા હોવાનું જાણવા મળ્યુ છે.ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી મહત્વનું છે કે અમદાવાદમાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેને લઇને ઠેર ઠેર ઢીંચણસમા પાણી ભરાયા હતા. જો કે હાલ પાણી ઓસરી ગયા છે પરંતુ અંડરપાસ હજી પણ બંધ છે.મીઠાખળી અંડરપાસ અને પરિમલ અંડરપાસ તથા અખબાર નગર અંડરપાસ બંધ કરાતા સ્થાનિકો અટવાયા છે. તથા વિવિધ વિસ્તારોમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા આખો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.એસટી બસ સેવા પ્રભાવિત ગુજરાતમાં  ભારે વરસાદના કારણે એસટી બસની સેવા પ્રભાવિત થઇ છે. રાજ્યના 433 રૂટ પર 2081 ટ્રીપો ભારે વરસાદના કારણે રદ કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફના રૂટ બસો પ્રભાવિત થઇ છે. ટ્રીપ રદ થતા એસટી નિગમ ને અંદાજિત 35 લાખ રૂપિયાનું નુકસાન થયુ છે. 30 ટ્રેનો રદ્દ તો બીજી તરફ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ છે. છેલ્લા ૨ દિવસોમાં ભારે વરસાદના કારણે 30 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે મુસાફરોની સુરક્ષા માટે 36 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે 16 ટ્રેનોના ભારે વરસાદના કારણે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. 

Gujarat: ભારે વરસાદથી મુસાફરો અટવાયા, 30 ટ્રેન રદ્દ, STબસની 2081 ટ્રીપ કેન્સલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં 24 કલાકમાં 33 જિલ્લામાં વરસાદ
  • 27 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
  • 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં 24 કલાકમાં 33 જિલ્લામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે 27 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે જ્યારે 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પ્રભાવિત જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે વાત કરીયે અમદાવાદની તો અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા ઈમરજન્સી કોલમાં વધારો થયો છે.

ફાયરબ્રિગેડને મળ્યા 76 ઇમરજન્સી કોલ

અમદાવાદ ફાયર બ્રિગેડને 76 જેટલા કોલ મળ્યા છે. 76 કોલમાંથી 55 જેટલા કોલ ઝાડ પડવાના નોંધાયા છે. મકાનનો કેટલોક ભાગ અને મકાન પડવા જેવા 6 કોલ નોંધાયા છે. બાકી અન્ય આગ અને અન્ય કોલ નોંધાયા છે. આજે સવારે 6 વાગ્યા સુધી ફાયર બ્રિગેડને 7 કોલ મળ્યા છે. જેમાં મોટા ભાગના ઝાડ પડવાના કોલ મળ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી

મહત્વનું છે કે અમદાવાદમાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેને લઇને ઠેર ઠેર ઢીંચણસમા પાણી ભરાયા હતા. જો કે હાલ પાણી ઓસરી ગયા છે પરંતુ અંડરપાસ હજી પણ બંધ છે.મીઠાખળી અંડરપાસ અને પરિમલ અંડરપાસ તથા અખબાર નગર અંડરપાસ બંધ કરાતા સ્થાનિકો અટવાયા છે. તથા વિવિધ વિસ્તારોમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા આખો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

એસટી બસ સેવા પ્રભાવિત

ગુજરાતમાં  ભારે વરસાદના કારણે એસટી બસની સેવા પ્રભાવિત થઇ છે. રાજ્યના 433 રૂટ પર 2081 ટ્રીપો ભારે વરસાદના કારણે રદ કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફના રૂટ બસો પ્રભાવિત થઇ છે. ટ્રીપ રદ થતા એસટી નિગમ ને અંદાજિત 35 લાખ રૂપિયાનું નુકસાન થયુ છે.

30 ટ્રેનો રદ્દ

તો બીજી તરફ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ છે. છેલ્લા ૨ દિવસોમાં ભારે વરસાદના કારણે 30 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે મુસાફરોની સુરક્ષા માટે 36 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે 16 ટ્રેનોના ભારે વરસાદના કારણે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.