Junagadh : વરસાદે વિરામ લીધા બાદ રસ્તાઓ પર પેચવર્કની કામગીરી શરૂ, વાહનચાલકોને નહીં પડે મુશ્કેલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધા બાદ માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક ધોરણે લોકોને રોડ-રસ્તાને લઈને પડતી હાલાકી દૂર કરવા પેચવર્કની કામગીરી શરૂ કરી દીધી છે. જિલ્લાના 1000 કિલોમીટરમાં 93 રસ્તાઓ પર કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 1000 કિમી જેટલા રસ્તાઓ છે, જેમાંથી 93 રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવે છે.
સરકાર તરફથી સ્પષ્ટ સૂચના મળ્યા બાદ તંત્ર એક્શનમાં
ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે કેટલાક મુખ્ય અને આંતરિક રસ્તાઓ ઉપર ખાડાઓ પડી ગયા હતા. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી અને લોકોના પ્રવાસમાં વિક્ષેપ આવી રહ્યો હતો. સરકાર તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવ્યા બાદ લોકોને કોઈપણ રીતે મુશ્કેલી ન પડે અને ખાસ કરીને એસટી બસો, શાળા વાહનો, એમ્બ્યુલન્સ, હૉસ્પિટલ જેવી જરૂરી સેવાઓ નિયમિત ચાલતી રહે તે માટે રસ્તાઓને યોગ્ય બનાવી શકાય તે જરૂરી હતું.
અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી
રસ્તાઓની હાલત જોતા તાત્કાલિક પેચ વર્ક હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને રસ્તાઓના ખરાબ વિસ્તારમાં પર ડામર પેચ વર્ક કર્યા બાદ તેના પર રોલિંગ કરવામાં આવે છે, જેથી કરી આ કામની ગુણવત્તા જળવાઈ રહે અને રોડ લાંબો સમય ટકી રહે અને નુકસાની ન થાય. જિલ્લાના ભેસાણ મોટા કોટડા, અગતરાય-મંગલપુર, ભોજદે , માળીયા મેંદરડા, માણાવદર અગતરાય, આખા, ટીકર સહિતના રસ્તાઓમાં લોકોને સુવિધા મળી રહે તે રીતે અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે.
What's Your Reaction?






