Junagadh: ભાજપમાં ભડકો! જિલ્લા પંચાયતના પ્રમુખ સામે ગ્રાન્ટ ફાળવણી મુદ્દે આક્ષેપ

જુનાગઢ જિલ્લામાં ભાજપમાં ફરી અસંતોષ જોવા મળી રહ્યો છે. જુનાગઢ જિલ્લા પંચાયત સભ્યના પુત્રએ પ્રમુખ સામે મોરચો માંડ્યો છે. હરેશ ઠુમ્મર સામે આક્ષેપ કરતા સભ્યના પુત્રએ જણાવ્યું હતું કે, ગ્રાન્ટની ફાળવણીમાં વ્હાલા દવલાંની નીતિ રાખવામાં આવે છે. ભાજપના કાર્યકર હોવા છતાં ઓરમાયું વર્તનઃ જોલિત બુસા જિલ્લા પંચાયત સભ્ય નિર્મળાબેન બુસાના પુત્ર જોલિત બુસાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમે ભાજપના જ સભ્ય છીએ તેમ છતાં અમારા વિસ્તાર માટે જ્યારે અમે ગ્રાન્ટની માગણી કરીએ છીએ તો તમને ગ્રાન્ટ નહીં મળે તેવો જવાબ આપવામાં આવે છે. હરેશ ઠુમ્મર કોંગ્રેસમાં હતા ત્યારે મારી સામે ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા, તે સમયથી તેઓ મારી સામે ઓરમાયું વર્તન રાખે છે. અમે ભાજપના સન્નીષ્ટ કાર્યકરો હોવા છતાં આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે. ગ્રાન્ટ વિશે જ્યારે પુછીએ ત્યારે હરેશભાઈ એમ જ કહે છે કે, પાર્ટીમાંથી તમને ગ્રાન્ટ આપવાની મનાઈ કરવામાં આવી છે. પરંતુ પાર્ટીમાંથી આ પ્રકારનું કહેવામાં આવ્યું નથી તેમ છતાં મારા લીધે થઈને સમગ્ર વિસ્તાર માટે આ પ્રકારની નીતિ રાખે છે. જિલ્લા પંચાયત ગ્રુપમાં અમને રાખવામાં આવ્યા નથી જિલ્પા પંચાયતના સભ્યોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં અમને રાખવામાં આવ્યા નથી. અમે આ બાબતે ભારતીય જનતા પાર્ટીમાં પણ ફરિયાદ કરી છે પણ ઉપરથી કોઈ જવાબ આવ્યો નથી. અમને અમારા વિસ્તારના રહેવાસીઓ વિકાસના કામ બાબતે ફરિયાદ કરે છે તો હવે અમારે લોકોને શું જવાબ આપવાનો? એમ કહેવાનું કે, હરેશભાઈ મારી સામે ચૂંટણી હારી ગયા હતા એટલે આ પ્રકારની નીતિ રાખે છે.

Junagadh: ભાજપમાં ભડકો! જિલ્લા પંચાયતના પ્રમુખ સામે ગ્રાન્ટ ફાળવણી મુદ્દે આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જુનાગઢ જિલ્લામાં ભાજપમાં ફરી અસંતોષ જોવા મળી રહ્યો છે. જુનાગઢ જિલ્લા પંચાયત સભ્યના પુત્રએ પ્રમુખ સામે મોરચો માંડ્યો છે. હરેશ ઠુમ્મર સામે આક્ષેપ કરતા સભ્યના પુત્રએ જણાવ્યું હતું કે, ગ્રાન્ટની ફાળવણીમાં વ્હાલા દવલાંની નીતિ રાખવામાં આવે છે.

ભાજપના કાર્યકર હોવા છતાં ઓરમાયું વર્તનઃ જોલિત બુસા

જિલ્લા પંચાયત સભ્ય નિર્મળાબેન બુસાના પુત્ર જોલિત બુસાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમે ભાજપના જ સભ્ય છીએ તેમ છતાં અમારા વિસ્તાર માટે જ્યારે અમે ગ્રાન્ટની માગણી કરીએ છીએ તો તમને ગ્રાન્ટ નહીં મળે તેવો જવાબ આપવામાં આવે છે. હરેશ ઠુમ્મર કોંગ્રેસમાં હતા ત્યારે મારી સામે ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા, તે સમયથી તેઓ મારી સામે ઓરમાયું વર્તન રાખે છે. અમે ભાજપના સન્નીષ્ટ કાર્યકરો હોવા છતાં આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે. ગ્રાન્ટ વિશે જ્યારે પુછીએ ત્યારે હરેશભાઈ એમ જ કહે છે કે, પાર્ટીમાંથી તમને ગ્રાન્ટ આપવાની મનાઈ કરવામાં આવી છે. પરંતુ પાર્ટીમાંથી આ પ્રકારનું કહેવામાં આવ્યું નથી તેમ છતાં મારા લીધે થઈને સમગ્ર વિસ્તાર માટે આ પ્રકારની નીતિ રાખે છે.

જિલ્લા પંચાયત ગ્રુપમાં અમને રાખવામાં આવ્યા નથી

જિલ્પા પંચાયતના સભ્યોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં અમને રાખવામાં આવ્યા નથી. અમે આ બાબતે ભારતીય જનતા પાર્ટીમાં પણ ફરિયાદ કરી છે પણ ઉપરથી કોઈ જવાબ આવ્યો નથી. અમને અમારા વિસ્તારના રહેવાસીઓ વિકાસના કામ બાબતે ફરિયાદ કરે છે તો હવે અમારે લોકોને શું જવાબ આપવાનો? એમ કહેવાનું કે, હરેશભાઈ મારી સામે ચૂંટણી હારી ગયા હતા એટલે આ પ્રકારની નીતિ રાખે છે.