Junagadh: તરલ ભટ્ટનો જેલમાંથી છુટકારો, ATSએ તોડકાંડમાં કરી હતી ધરપકડ

જૂનાગઢ જેલમાંથી 9 માસ બાદ તરલ ભટ્ટનો છુટકારો થયો છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી તરલ ભટ્ટનો છુટકારો થયો છે. ATSએ તોડકાંડમાં તરલ ભટ્ટની ધરપકડ કરી હતી. બેન્ક એકાઉન્ટને અન ફ્રીઝ કરવા માટે તોડ કર્યો હતો.તરલ ભટ્ટ જેલમાંથી બહાર નીકળીને તરત જ દોડીને ગાડીમાં બેસી ગયા તમને જણાવી દઈએ કે તોડકાંડમાં માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ જૂનાગઢ જેલમાં હતા. બેન્ક એકાઉન્ટને અન ફ્રીઝ કરવાના નામે કરોડોનો રૂપિયાનો તોડ કરવાનો આક્ષેપ તરલ ભટ્ટ પર લાગ્યો હતો. ત્યારે આ કેસની તપાસ એટીએસ દ્વારા કરવામાં આવી રહી હતી અને ગત 26મી જાન્યુઆરીએ તરલ ભટ્ટ સહિતનાઓ સામે ગુનો દાખલ થયો હતો. ત્યારે આજે તરલ ભટ્ટ જેલમાંથી બહાર નીકળીને તરત જ દોડીને ગાડીમાં બેસી ગયા. ફેબ્રુઆરી મહિનામાં તરલ ભટ્ટની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ કોર્ટે તરલ ભટ્ટના જામીન ફગાવ્યા હતા જુનાગઢના ચકચારી પોલીસ તોડકાંડ કેસમાં જેલમાં બંધ સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટના જામીન અનેક વખત કોર્ટે ફગાવ્યા હતા. અગાઉ તરલ ભટ્ટે પોતાના દીકરાના એડમિશન માટે 30 દિવસના જામીન મેળવવા માટે અરજી કરી હતી. જોકે, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તરલ ભટ્ટના જામીન ફગાવી દીધા હતા. બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરવાનો છે મામલો કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવેલા તરલ ભટ્ટને અગાઉ વકીલ મારફતે જૂનાગઢ સેશન્સ કોર્ટેમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરતા 6 ફેબ્રુઆરીએ સુનાવણી યોજાઈ હતી. ATSએ જૂનાગઢ તોડકાંડ અને માધુપુરા ક્રિકેટ સટ્ટા કાંડની સંડોવણીને લઈને પણ તપાસ તેજ કરી હતી અને ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ તરલ ભટ્ટ પાસે હતી. ત્યારે સટ્ટાકાંડમાં ફ્રીઝ કરાયેલા બેન્ક ખાતાઓને અનફ્રિઝ કરવા માટે કરોડો રૂપિયાની માગણી કરાઈ હોવાનો તરલ ભટ્ટ પર આરોપ લાગ્યો હતો. આ સાથએ જ ઘણા બેન્ક એકાઉન્ટની વિગત પોલીસને ન અપાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

Junagadh: તરલ ભટ્ટનો જેલમાંથી છુટકારો, ATSએ તોડકાંડમાં કરી હતી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ જેલમાંથી 9 માસ બાદ તરલ ભટ્ટનો છુટકારો થયો છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી તરલ ભટ્ટનો છુટકારો થયો છે. ATSએ તોડકાંડમાં તરલ ભટ્ટની ધરપકડ કરી હતી. બેન્ક એકાઉન્ટને અન ફ્રીઝ કરવા માટે તોડ કર્યો હતો.

તરલ ભટ્ટ જેલમાંથી બહાર નીકળીને તરત જ દોડીને ગાડીમાં બેસી ગયા

તમને જણાવી દઈએ કે તોડકાંડમાં માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ જૂનાગઢ જેલમાં હતા. બેન્ક એકાઉન્ટને અન ફ્રીઝ કરવાના નામે કરોડોનો રૂપિયાનો તોડ કરવાનો આક્ષેપ તરલ ભટ્ટ પર લાગ્યો હતો. ત્યારે આ કેસની તપાસ એટીએસ દ્વારા કરવામાં આવી રહી હતી અને ગત 26મી જાન્યુઆરીએ તરલ ભટ્ટ સહિતનાઓ સામે ગુનો દાખલ થયો હતો. ત્યારે આજે તરલ ભટ્ટ જેલમાંથી બહાર નીકળીને તરત જ દોડીને ગાડીમાં બેસી ગયા. ફેબ્રુઆરી મહિનામાં તરલ ભટ્ટની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

અગાઉ કોર્ટે તરલ ભટ્ટના જામીન ફગાવ્યા હતા

જુનાગઢના ચકચારી પોલીસ તોડકાંડ કેસમાં જેલમાં બંધ સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટના જામીન અનેક વખત કોર્ટે ફગાવ્યા હતા. અગાઉ તરલ ભટ્ટે પોતાના દીકરાના એડમિશન માટે 30 દિવસના જામીન મેળવવા માટે અરજી કરી હતી. જોકે, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તરલ ભટ્ટના જામીન ફગાવી દીધા હતા.

બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરવાનો છે મામલો

કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવેલા તરલ ભટ્ટને અગાઉ વકીલ મારફતે જૂનાગઢ સેશન્સ કોર્ટેમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરતા 6 ફેબ્રુઆરીએ સુનાવણી યોજાઈ હતી. ATSએ જૂનાગઢ તોડકાંડ અને માધુપુરા ક્રિકેટ સટ્ટા કાંડની સંડોવણીને લઈને પણ તપાસ તેજ કરી હતી અને ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ તરલ ભટ્ટ પાસે હતી. ત્યારે સટ્ટાકાંડમાં ફ્રીઝ કરાયેલા બેન્ક ખાતાઓને અનફ્રિઝ કરવા માટે કરોડો રૂપિયાની માગણી કરાઈ હોવાનો તરલ ભટ્ટ પર આરોપ લાગ્યો હતો. આ સાથએ જ ઘણા બેન્ક એકાઉન્ટની વિગત પોલીસને ન અપાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.