Junagadh: ચૂંટણી પહેલાં ભાજપ અને આપના બે દિગ્ગજ નેતાઓની મુલાકાતથી ચર્ચાઓનું બજાર ગરમ; રાજકારણમાં નવાજૂનીના એંધાણ!

Nov 22, 2026 - 08:00
Junagadh: ચૂંટણી પહેલાં ભાજપ અને આપના બે દિગ્ગજ નેતાઓની મુલાકાતથી ચર્ચાઓનું બજાર ગરમ; રાજકારણમાં નવાજૂનીના એંધાણ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં મોટી ઉથલપાથલ અને નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પોરબંદરના ભાજપના પૂર્વ સાંસદ રમેશ ધડુક અને આમ આદમી પાર્ટી (AAP) ના કદાવર નેતા પ્રવીણ રામ વચ્ચે થયેલી શુભેચ્છા મુલાકાતે સમગ્ર પંથકના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો લાવી દીધો છે.

તાલાળાના ઘુસિયા ગીર ગામે પ્રવીણ રામના નિવાસસ્થાને પહોંચ્યા રમેશ ધડુક

મળતી વિગતો અનુસાર, ભાજપના પૂર્વ સાંસદ રમેશ ધડુક તાલાળા તાલુકાના ઘુસિયા ગીર ગામે આવેલા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામના નિવાસસ્થાને રૂબરૂ પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે પ્રવીણ રામના ઘરે યોજાયેલી આ મુલાકાત બાદ ખુદ રમેશ ધડુકે આ મુલાકાતની તસવીરો પોતાના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.

ફેસબુક પર ફોટા પોસ્ટ થતાં જ રાજકીય ચર્ચાઓ અને તર્ક-વિતર્કો તેજ

રમેશ ધડુક દ્વારા સોશિયલ મીડિયા પર પ્રવીણ રામ સાથેની મુલાકાતના ફોટા શેર કરવામાં આવતા જ જૂનાગઢ અને ગીર સોમનાથના રાજકારણમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપના પૂર્વ સાંસદ અને આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાની આ મુલાકાત માત્ર ઔપચારિક હતી કે પછી આગામી દિવસોમાં જૂનાગઢના રાજકારણમાં કોઈ મોટા સમીકરણો બદલાવાના સંકેત છે, તે અંગે અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.

આ પણ વાંચો: Bhuj: ખાવડા નેશનલ હાઈવે પર કારને ટ્રેલરે અડફેટે લેતા બે કટકા થઈ ગયા, 3 માસૂમ બાળકો સહિત 7 સભ્યો કાળનો કોળિયો બન્યા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0