Junagadh : ગુજસીટોકનો કુખ્યાત આરોપી કાળા દેવરાજ પોલીસના સકંજામાં, બાતમીના આધારે પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢના ગુજસીટોકના ગુનામાં ફરાર રહેલો અને ગેરકાયદેસર બાંધકામ કેસમાં પણ ચર્ચામાં રહેલો આરોપી કાળા દેવરાજ રાડાને આખરે જુનાગઢ પોલીસે ઝડપી લીધો છે. વહેલી સવારે ખડીયા – બગડું રોડ નજીકથી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરા ખુદ આ ઓપરેશનમાં સામેલ થયા હતા અને જુનાગઢ પોલીસની ટીમ દ્વારા સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આરોપીએ પોલીસ ઉપર ગાડી ચઢાવવાનો પ્રયત્ન કર્યો
બાતમીના આધારે ખડીયાથી કાર લઈને કાળા દેવરાજ સાગરીતો આવતા હતા, ત્યારે પોલીસે નાકાબંધી કરી હતી. પોલીસને જોઈને કુખ્યાત કાળા દેવરાજે પોલીસ ઉપર ગાડી ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સદનસીબે ગાડી પોલીસની કારને અથડાવી હતી અને બંને ગાડીને નુકસાન થયું હતું. કાળા દેવરાજ ભાગવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો અને તેની સાથે રહેલા સાગરીતોને પણ પોલીસે પકડી પાડ્યા હતા.
આરોપી વિરૂદ્ધ અનેક કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા
કુખ્યાત કાળા દેવરાજ રાડા સામે રાજકોટ ગુજસીટોક કોર્ટ દ્વારા વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. તેની સામે 107 જેટલા ગુનાઓ દાખલ છે. થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા તેની ગેરકાયદેસર મિલકતનું ડિમોલિશન કરાયું હતું, ત્યારથી કાળા દેવરાજ ફરાર હતો. પોલીસે કાળા દેવરાજની ગાડીમાંથી કેટલાક ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કર્યા છે. તેની સામે ગુજસીટોક ભંગ, પોલીસ પર હુમલો, હત્યાની કોશિશ સહિત અનેક કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. કાળા દેવરાજ છેલ્લા બે મહિનાથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. જ્યારે જ્યારે તેની બાતમી મળતી, ત્યારે પોલીસ તેને પકડવા જતા તે ફરાર થઈ જતો હતો. આજે જુનાગઢ પોલીસની ટીમે મોટી સફળતા મેળવી હતી.
What's Your Reaction?






