Junagadh Palika Election 2025: તમામ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, લોકોમાં ભારે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અને મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે અને તમામ પાર્ટીઓ પ્રચારના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે વોર્ડ નંબર 9માં પૂર્વ મેયરના વોર્ડમાં જ પ્રાથમિક સુવિધા ના અભાવથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
તમામ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન મળતા લોકોમાં ભારે રોષ
જુનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક માટે મતદાન કરવામાં આવશે, ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 9માં આવતા તમામ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, બે વખત આ વોર્ડમાંથી જ મેયર બનાવવામાં આવ્યા હતા. પરંતુ લોકોની સુવિધા અંગે કોઈપણ ધ્યાન આપવામાં ન આવતા આજે પણ લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે પ્રાથમિક સુવિધા ના નામે માત્ર વાતો કરતા કોર્પોરેટરોને પણ મત માટે ન આવવા જણાવી દીધું છે અને ભાજપના જ કાર્યકર અશ્વિન ભરાઈએ આ વિસ્તારના લોકોના કહેવાથી અપક્ષ ઉમેદવારી કરી છે અને જેને કારણે તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પાંચ વર્ષમાં કોઈ કામો કરવામાં આવ્યા નથી
પહેલા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં જે કામો કરવામાં આવ્યા નથી, તેને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા કોઈપણ સમસ્યાનો નિરાકરણના આવતા મતદારોમાં રોષ ફેલાયો છે અને આ વિસ્તારના કામો કરશે તેવા ઉમેદવારની જ સ્થાનિકો દ્વારા પસંદગી કરવામાં આવશે. આપ આ વર્ષે ભાજપ દ્વારા ફરીથી પૂર્વ મેયરને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ વખતે મતદારોનો મિજાજ શું રહેશે.
16 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
ઉલ્લેખનીય છે કે આગામી 16 ફેબ્રુઆરીએ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન યોજાશે અને આ વખતે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ત્રિકોણીયો જંગ જોવા મળશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે જનતા આ વખતે કોને સત્તા આપશે, તે તો આવનારો સમય જ બતાવશે.
What's Your Reaction?






