Junagadh News: ફટાકડા ફોડવા બાબતે એક યુવકની હત્યા કેસમાં નિવૃત્ત PSIના પુત્ર સહિત પાંચની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં દિવાળીની રાત્રે લોહિયાળ જંગ થતાં એક યુવાનનું મૃત્યુ થયુ હતું. ફટાકડા ફોડવાની બાબતમાં મારામારીની ઘટનામાં એક મહિલા સહિત પાંચ શખ્સો દ્વારા યુવાનને લાકડી, ધોકા અને પાઇપ વડે માર મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.આ બનાવમાં પોલીસે નિવૃત્ત PSIના પુત્ર સહિત એક મહિલા અને એક જ પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓએ દિવ્યાંગ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી
આ અંગે જૂનાગઢ DYSP હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે દિવાળીની મોડી રાત્રે મધુરમથી ચોબારી ફાટક તરફ જતા રસ્તામાં અમુલ એપાર્ટમેન્ટ નજીક દિવ્યાંગ ચુડાસમા તેના મિત્રો સાથે ફટાકડા ફોડતો હતો.તે સમયે અમૂલ એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય શખસો પણ ફટાકડા ફોડી રહ્યા હતા.ફટાકડા ફોડવાની બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત વણસતા આરોપીઓએ દિવ્યાંગ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. આ બોલાચાલી દરમિયાન આરોપી રાજ હુણ, કેવલ જોશી, રામસિંહ બારડ અને તેના માતા-પિતા રામભાઈ બારડ તથા જયશ્રી બારડે દિવ્યાંગ અને તેના મિત્રો પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.
ફટાકડા ફોડવા બાબતે એક યુવકની હત્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગને ખભાના ભાગે અને માથા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ ત્યાં તેનું મોત નિપજ્યું હતું.તેમણે વધુમાં કહ્યું હતું કે, મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે આ હત્યાને અંજામ આપનારા નિવૃત્ત PSIના પુત્ર સહિત એક મહિલા અને એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






