Junagadh News : જૂનાગઢના મેંદરડામાં ભારે વરસાદના કારણે રોડ ધોવાઈ ગયા, સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો કરવો પડે છે સામનો

Aug 28, 2025 - 09:30
Junagadh News : જૂનાગઢના મેંદરડામાં ભારે વરસાદના કારણે રોડ ધોવાઈ ગયા, સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો કરવો પડે છે સામનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાને લઈને રસ્તાઓનું ધોવાણ થયુ છે, ખાસ કરીને મેંદરડા તાલુકામાં કરોડો રૂપિયાનું નુકસાન રસ્તાના ધોવાના કારણે થયું હોવાની વાત સામે આવી છે, ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર ચોમાસામાં રોડ ધોવાઈ જાય છે અને ખરાબ રોડના કારણ વાહનોને પણ નુકસાન થાય છે.

મેંદરડાના રોડ વરસાદમાં બન્યા ખરાબ

20 ઓગસ્ટના રોજ મેંદરડા તાલુકામાં અંદાજિત 12 થી 13 ઇંચ જેટલો ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતો અને સ્થાનિક માર્ગોને વ્યાપક નુકસાન થયું છે. આ અચાનક અને અતિશય વરસાદથી રસ્તાનું ધોવાણ થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે અનેક રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે, મહાનગર પાલિકાને પણ આ વાતની ખબર છે, પરંતુ હજી સુધી કોઈ મરામતની કામગીરી કરવામાં આવી નથી, સ્થાનિકોનું કહેવું છે કે, ટેકસ તો લેવામાં આવે છે સામે રોડની સુવિધા આપવામાં આવતી નથી.

મેંદરડાથી ઝીંઝુડા તરફનો રસ્તો ધોવાયો

ભારે વરસાદને પગલે મેંદરડા તાલુકાના અનેક રસ્તાઓ ધોવાણ થયા બાદ રોડ પર ચાલવા જેવી સ્થિતિ રહી નથી, ભારે વરસાદે પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે. ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા છે અને પુલિયા તૂટી ગયા છે, જેના કારણે ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે. ખાસ કરીને મેંદરડાથી ઝીંઝુડા જતો રસ્તો, ચીરોળા અને નતાળીયાના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. આ કારણે વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સામાન્ય લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

રસ્તા ઝડપથી રિપેર થાય તેવી માંગણી કરાઈ

આ રસ્તાઓનું સમારકામ ઝડપથી કરાવવામાં આવે, પુલિયા રીપેર કરવામાં આવે અને જ્યાં ધોવાણ થયું છે ત્યાં માટી નાખીને તાત્કાલિક માર્ગો ચાલુ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે, આ પરિસ્થિતિમાં, સ્થાનિક તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની અપેક્ષા છે જેથી ખેડૂતો અને સ્થાનિક નાગરિકોને રાહત મળી શકે. આમ તાત્કાલિક રસ્તાઓને રસ્તાઓની મરામત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0